રાજુલા ખાતે રૂદ્રગણ દ્વારા આયોજીત લોકમેળામાં બીડી કામદાર વિસ્તારના ગરીબ ૭પ બાળકોને સ્વખર્ચે હીરાભાઈ સોલંકી દ્વારા લઈ જઈ પ્રેરણાદાયક માનવતા દર્શાવી હતી.
રાજુલામાં જન્માષ્ટમીનો મેળો દર વર્ષે થાય છે. આ વખતે પણ ભવ્ય આયોજન રૂદ્રગણ દ્વારા થયું છે. જેમાં આગેવાનોએ અનોખી રીતે ગરીબ બાળકો સાથે મેળાની મોજ માણી ઉજવણી કરાઈ હતી.
રાજુલાના બીડી કામદાર વિસ્તારમાં રહેતા મજુર અને પછાત વર્ગના બાળકો જેના માટે મેળો માત્ર જોવા પુરતો સિમીત છે પણ રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રૂદ્રગણ ગ્રુપના વનરાજભાઈ ધાખડા, રાકેશભાઈ દેસાઈને સાથે રાખી આ ૭પ બાળકોને પોતાના ખર્ચે ચકડોળ મોતનો કુવો હોળી રાઈડસમાં બેસાડ્યા હતા અને બાદમાં તમામને આઈસ્ક્રીમ ખવરાવી આખા મેળાની મોજ આવા બાળકોને કરી હતી તેમજ રણછોડભાઈ મકવાણા સહિત ભાજપ કાર્યાલયના સ્ટાફે ભારેુ જહેમત ઉઠાવી ગરીબ બાળકોને પછાત વિસ્તારમાંથી ઘરે ઘરેથી બોલાવી મેળામાં અમીર લોકો સાથે જ ગરીબ બાળકોને મેળાની મૌજ કરાવેલ.