સરકાર નીતિ બદલે નહીંતર તેઓ સરકારને બદલી નાખશે : ખેડૂતોનો દિલ્હીમાં હુંકાર

1153

દિલ્હીમાં વિરોધ માર્ચ બાદ ખેડૂતોએ હુંકાર ભરી છે કે સરકાર નીતિ બદલે નહીંતર તેઓ સરકારને બદલી નાખશે. ખેડૂતોનું કહેવું છે કે ચૂંટણી તો આવે અને જાય છે. પરંતુ સરકારની નીતિઓ ખોટી છે. સરકારને ખેડૂતો, મજૂરો અને ગરીબોને લઈને પોતાની નીતિઓને બદલવી જોઈએ. ખેડૂત રેલીમાં પહોંચેલા સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ મોદી સરકાર પર આકરા શાબ્દિક હુમલા કર્યા છે. યેચુરીએ કહ્યુ છે કે જનતાની અંદર ઘણો આક્રોશ છે.

લાખોની સંખ્યામાં ખેડૂત-મજૂરો દિલ્હી આવ્યા છે. તેમણે કહ્યુ છે કે સરકારે જનતાને દગો આપ્યો છે. જો જિંદગી બચાવવી હોય તો મોદી સરકારને હટાવો. યેચુરીએ કહ્યુ છે કે હવે અચ્છે દિન ત્યારે આવશે કે જ્યારે હાલની સરકાર જશે. સીપીએમના મહાસચિવ યેચુરીએ કહ્યુ છે કે ૨૦૧૯માં તેઓ પુરી કોસિશ કરશે કે આ સરકાર સત્તામાંથી દૂર થઈ જાય. આમ થવાથી ભારત બહેતર બની શકશે. તેમણે કહ્યુ છે કે આગામી સપ્તાહે તેઓ એક દેશવ્યાપી આંદોલનનું એલાન કરશે. યેચુરીએ કહ્યુ છે કે જેટલા નાણાં જાહેરાતો પાછળ વેડફાય છે.. તેટલા નાણાં ખેડૂતો પર ખર્ચ કરવામાં આવત.. તો આવી પરિસ્થિતિ ઉભી થાત નહીં.

આ પ્રદર્શનની આગેવાની ઓલ ઇન્ડિયા ખેડૂત મહાસભા દ્ગારા કરવામાં આવી રહ્યી છે. વામપંથી સંગઠન અખિલ ભારતીય કિસાન મહાસભા અને સીટૂના નેતૃત્વ હેઠળ લાખોની સંખ્યામાં ખેડૂતો અને મજૂરો દિલ્હીના રામલીલા મેદાન પર મજૂર-ખેડૂત રેલીમાં જોડાયા હતા. આ મહારેલી પહેલા સીટૂ અને અખિલ ભારતીય કિસાન સભા તરફથી પોતાની માંગોનો દર્શાવતા હોડિંગ્સ લગાવામાં આવ્યા હતા. જેમાં બીજેપી કેંદ્ર સરકાર પર સાંપ્રદાયિક અને ખેડૂત-મજૂર વિરોધી હોવાના આરોપ લગાવતા સામાન્ય પ્રજાને તેમના સમર્થનમાં આવવાની અપીલ કરી હતી.

મહારેલીનો મુખ્ય ઉદેશ રોજ વધતી મોંઘવારી પર અંકુશ મેળવવાની માંગ, ખાદ્ય વિતરણની પધ્ધતિની વ્યવસ્થાને યોગ્ય રૂપ આપવા, બેરોજગારોને રોજગાર આપવાની વ્યવસ્થા ઉભી કરવા અને બધા જ મજૂરો માટે લઘુત્તમ મજૂરી ભથ્થુ ૧૮,૦૦૦ રૂપિયા પ્રતિમાસ કરવાની માંગોને સરકાર સમક્ષ રજૂ કરવાનો હતો.

આ સિવાય મજૂરો માટે બનેલા કાયદાઓમાં કોઇ ફેરફાર ન કરવો અને ખેડૂતો માટે સ્વામીનાથન સમિતિની ભલામણો લાગુ કરવાની, તેમજ ગરીબ ખેત મજૂરો અને ખેડૂતોને દેવા માફ કરવાની માંગો કરાઇ હતી.

સરકાર પાસે ખેડૂતોની માંગણી છે કે ખેતીમાં મજૂરી કરતા મજૂરો માટે એક સુદ્રઢ કાયદો બને, દરેક ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા સુયોગ્ય રીતે લાગુ કરવામાં આવે, તેમને ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઘરની સુવિધાઓ મળે. મજૂરોને ઠેકેદારી પ્રથામાંથી રાહત મળે. જમીન હસ્તાંતરણ હેઠળ ખડૂતોની જમીનો પર કબ્જો ન થાય અને કુદરતી આફતોમાં પીડિત ગરીબોને રાહત મળે.

Previous articleકોલકત્તા પુર ઘટના : ૨૧ લોકો હજુ સારવાર હેઠળ
Next articleઆજે SC/STએક્ટ મુદ્દે સવર્ણોનું ભારતબંધનું એલાન