જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૫
એકબાજુ સુપ્રીમ કોર્ટે ‘રાફેલ ડીલ પર પ્રતિબંધ’ની માંગણીની અરજી પર સુનવણી માટે હામી ભરી દીધી છે, ત્યાં ભારતીય વાયુસેનાએ આ ડીલને અભૂતપૂર્વ ગણાવી છે. રાફેલ એક શાનદાર એરક્રાફ્ટ છે, જે ભારતને મુકાબલો કરવાની અભૂતપૂર્વ ક્ષમતા પ્રદાન કરશે. આવું ભારતીય સેનાનું કહેવું છે. એરફોર્સના વાઇસ ચીફ એર માર્શલ એસબી દેવે બુધવારના રોજ એમ પણ કહ્યું કે આ ડીલની આલોચના કરનારાઓને તેના માપદંડ અને ખરીદ પ્રક્રિયાને સમજવી જોઇએ.
આપને જણાવી દઇએ કે ૫૮૦૦૦ કરોડ રૂપિયાની આ ડીલને લઇ સરકાર વિપક્ષના નિશાન પર છે.
એર માર્શલે કહ્યું કે આ ખૂબ જ સુંદર એરક્રાફ્ટ છેપઆ ખૂબ જ ક્ષમતાવાન છે અને અમે તેને ઉડાડવાની રાહ જોઇએ છીએ. તેમણે એક કાર્યક્રમમાં આ ડીલને લઇ થયેલા વિવાદ અંગે પ્રશ્ન પૂછવા પર આ વાત કહી. તેમણે કહ્યું કે રાફેલ જેટ્સ ભારતથી મુકાબલો કરવાની ક્ષમતામાં અભૂતપૂર્વ લાભ થશે. ભારતે બંને દેશોની સરકારોની વચ્ચે આ ડીલ પર સપ્ટેમ્બર ૨૦૧૬માં મ્હોર મારી હતી. ભારત ૫૮૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ ફાઇટલ જેટ ખરીદવાની તૈયારી કરી રહ્યાં છે.
આ એરક્રાફ્ટની ડિલિવરી સપ્ટેમ્બર ૨૦૧૯થી જ શરૂ થવાની છે. વિપક્ષી પાર્ટી આ ડીલને લઇ કેટલાંય પ્રશ્નો ઉભી કરી ચૂકયું છે, ત્યાં સરકારને વિપક્ષના તમામ આરોપોને નિરાધાર ગણાવ્યા છે.
ડીલ રદ્દ કરવા સુપ્રિમમાં અરજી
રાફેલ ડીલ વિવાદનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ભારતીય રાજનીતિમાં છવાયેલો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ આ ડીલને એક મોટી ગોટાળો ગણાવીને કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહી છે. હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.સુપ્રીમ કોર્ટે આગામી અઠવાડિયે આ મામલે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરી શકે છે. વરિષ્ઠ વકીલ મનોહર લાલ શર્મા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે રાફેલ ડીલમાં ગોટાળો થયો છે, એટલા માટે આ ડીલને રદ્દ કરવામાં આવે. હવે આગામી અઠવાડિયે કોર્ટ આના પર સુનાવણી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ ડીલને લઇને સતત વડાપ્રધા અને રક્ષામંત્રીને લઇને નિશાન બનાવી રહી છે. લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલે પીએમ અને રક્ષામંત્રી પર રાફેલ પર દેશને જુઠ્ઠુ બોલવાનો આરોપ લગાવ્યો હતો.