પાલીતાણા કોંગ્રેસ દ્વારા આજે સવારે મામલતદારને ગુજરાતના ખેડૂતોના દેવામાફી સહિતની સમસ્યાઓ અંગે રાજ્યમાં લોકતંત્ર બચાવો અન્વયે નાગરિક અધિકાર અંગે ખેડૂતોની દેવામાફી ખાતર પર વેરા નાબુદ, પોતાની પુરતી સુવિધાઓ, ખેતપેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા, પાક વિમાની, ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા, ખેડૂતોની સંખ્યા ઘટી, ખેતીની જવાબદારી, ખેતમજુરોની સંખ્યા વધી સહિતના કુલ ૧ર મુદ્દાઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું. જેમાં જી.કો. પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ સહિતના કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા.