શહેરના સંત કંવરરામ ચોકમાં ૧૦ દિવસ પહેલા મોડીરાત્રે યુવાન પર ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોંચાડનાર ભરત વલેચાને એલસીબી ટીમે પૂર્વ બાતમી રાહે જ્વેલ્સ સર્કલ પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ગઇ તા.૨૪/૦૮/૧૮નાં રોજ મોડી રાતનાં દોઢેક વાગ્યે નંદલાલ પંજુમલ રોહિડા રહે.સીંધુનગર, ભાવનગરવાળો કાળાનાળા,સંત કંવરરામ ચોક, અશોક જયુસ સેન્ટર સામે તેનાં મિત્ર દિનેશભાઇ મોહનલાલ સાથે ઉભા હતાં.ત્યારે રવિ ધરમદાસ મટનવાળો તથા ભરત ગોરધનદાસ વલેચા ડીઓ સ્કુટર ઉપર આવી ભરત વલેચા એ નીચે ઉતરી દિનેશનો કાંઠલો પકડી ગાળો દઇ પોતાની પાસે રહેલ ગનમાંથી ફાયરીંગ કરી દિનેશનાં પેટનાં ભાગે ગોળી મારી ભાગી ગયેલ હતાં.જે અંગે નંદલાલ પંજુમલ રોહિડા રહે.સીંધુનગર, ભાવનગરવાળાએ ઉપરોકત બંને ઇસમો વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવેલ.
આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આરોપીઓને શોધી પકડી પાડવા સુચના આપેલ.
જેમાં પો.કો. ચંદ્દસિંહ વાળા તથા ચિંતનભાઇ મકવાણાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભરતભાઇ ગોરધનભાઇ વલેચા/સીંધી રહે.સરદાર નગર, બ્રહ્મકુમારીની બાજુમાં, સિંધુનગર, ભાવનગરવાળો જવેલ્સ સર્કલથી પુજા પાર્લરવાળા રોડ ઉપર પુજા પાર્લરની સામે રોડ ઉપર ઉભેલ છે. જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી ભરતભાઇ ગોરધનભાઇ વલેચા હાજર મળી આવેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તેને નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.