બોટાદના હડદડ ગામે માધ્યમિક શાળાની મંજૂરીને મામલે ગ્રામ લોકો દ્વારા શાળાની સામે ચાલતા ઉપવાસનો આજે ૧૦ મા દિવસે ગામ લોકોને કરાવ્યા પારણા .સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા બાહેધરી આપતા ઉપવાસ આદોલન સમેટાયું . સાંસદ દ્વારા બાળકોને કરાવ્યો સ્કુલમાં પ્રવેશ આગામી દિવસોમાં હડદડ ગામને મળશે માધ્યમિક શાળા, કલેકટર, ડી.ડી.ઓ., એસપી સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતા.
બોટાદ જિલ્લાના હડદડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળાની મંજુરીના મામલે ગામ લોકો છેલ્લા ત્રણ વર્ષથી માંગ કરી રહ્યા હતા તેમ છતાં તંત્ર દ્વારા મંજૂરી ન આપતા આખરે ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી શાળાની સામે છાવણી નાખી ઉપવાસ પર ઉતરી ગયા જેને આજે ૧૦ દિવસ થયા તેમ છતાં આ પ્રશ્ન હલ થયો ન હતો. જિલ્લાના શિક્ષણ અધિકારીએ અગાઉ ઉપવાસી છાવણીની મુલાકાત લઈ ગ્રામજનોને સમજાવેલ પરંતુ શિક્ષણ અધિકારી દ્વારા નકર કામગીરી ન કરવામા આવી હતી અને ફકત ઠાલા વચનો આપતા ગ્રામજનો એ ઉપવાસ શરૂ રાખીયા હતા ત્યારે ગઈકાલે સાંસદ ભારતીબેન શિયાળ સાથે ગામના પાચ લોકોનુ એક પ્રતિનિધિ મંડળ રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ તેમજ સૌરભ પટેલ, કુંવરજીભાઈ બાવળિયાને પણ રૂબરૂ રજુઆત કરી હતી.
ઉપવાસ આદોલનના આજે ૧૦મો દિવસ અને બાળકો ૧૦ દિવસથી સ્કુલે ન જતા અભ્યાસથી વચિત રહેતા હોય જેને લઈ સાંસદ ભારતીબેન શિયાળ, જિલા કલેકટર સુજીતકુમાર, ડી.ડી.ઓ આશિષ કુમાર, એસપી ભગીરથસિહ જાડેજા સહિત અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો આજે હડદડ ગામે દોડી આવેલ અને ઉપવાસ પર બેસેલા લોકોને સાંસદ દ્વારા બાહેંધરી આપેલ કે આગામી દિવસોમાં માધ્યમિક શાળા વહેલી તકે મળી જશે ત્યારે આજે ગામ લોકોને સાંસદ દ્વારા પાણી પીવારવી પારણા કરાવ્યા હતા અને બાળકોને શાળામાં પ્રવેશ કરાવી અભ્યાસ શરુ કરવાયો હતો ત્યારે આખરે ૧૦ દિવસથી માધ્યમિક શાળાની માગ સાથે બેઠેલા ઉપવાસનો અંત આવ્યો હતો.