ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામે જુની અદાવતની દાઝ રાખી ધોકાના ઘા મારી યુવાનની કરપીણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. તળાજામાં એક પછી એક હત્યાના બનાવો બનતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને પોલીસ કાર્યવાહી પર લોકોએ સવાલો ઉઠાવ્યા છે. બનાવની જાણ થતા તળાજા પોલીસ સ્ટાફ દોડી જઈ લાશને પી.એમ. અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે અને આરોપીઓને ઝડપી લીધા હોવાનું એસ.પી. માલે જણાવ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ, તળાજાના ઈસોરા ગામે રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ ઉ.વ.ર૧ પર જુની અદાવતની દાઝ રાખી અમુક ઈસમોએ દેવલી અને ગોરખી વચ્ચે માર મારી થઈ હતી. જે બનાવમાં જયેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે પ્રથમ તળાજા અને વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી.માં ખસેડાયા હતા. જ્યાં તેનું મોત નિપજવા પામ્યું હતું. બનાવ અંગે એસ.પી. માલે જણાવ્યું હતું કે હત્યાના બનાવના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે કેસ કાગળો કરી તપાસ હાથ ધરી છે.