શહેરનાં કાળીયાબીડ શ્રીજી હોલની સામે સાંતીનગર-૧નાં બંધ રહેણાકી મકાનમાં તસ્કરો ત્રાટકી બેડરૂમમાં રહેલ કબાટમાંથી રોકડ અને સોના ચાંદીના ઘરેણાની ચોરી નાસી છુટ્યાની નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં કાળીયાબીડ શાંતીનગર-૧ બ્લોક નં સી/૫૧૪૩માં રહેતા મુળ થોરડી ગામના આશીષભાઈ વિઠ્ઠલભાઈ લુખ્ખી (પટેલ)પરિવાર સાથે સાતમ-આઠમના તહેવાર નીમિત્તે ફરવા ગયા હતા ત્યારે તા.૩ થી ૫ દરમ્યાન તેના બંધ મકાનને તસ્કરોએ નીશાન બનાવી બેડરૂમમાં કબાટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણા ફી રૂા.૯૧ હજાર અને ૫૦ હજાર રોકડા મળી કુલ રૂા.૧ લાખ ૪૧ હજારની મત્તા ઉઠાવી ગયા હતા બનાવ અંગે આશીષભાઈ લુખ્ખી છે નિલમબાગ પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. આર.જે. રેવર ચલાવી રહ્યા છે.