એક અમેરિકન ઓફિસરે ગુરૂવારે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો દેશ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં મોજૂદ એખ ઓફિસરે ન્યૂયોર્ક ટાઇમ્સમાં ’આઇ એમ પાર્ટ ઓફ રેજિસ્ટેન્સ ઇનસાઇડ ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન’ના નામે એક લેખ લખ્યો છે. ઓફિસરના નામનો ખુલાસો કરવામાં નથી આવ્યો. ન્યૂઝપેપરમાં ઓફિસર દ્વારા લખાયેલા આર્ટિકલને વ્હાઇટ હાઉસે કાયરતાપૂર્ણ હરકત ગણાવી છે.
ઓફિસરે કહ્યું, અમે એડમિનિસ્ટ્રેશનને સફળ થતું જોવા ઇચ્છીએ છીએ. પહેલેથી જ અમારી નીતિઓ અમેરિકાને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવે છે. આપણે સૌથી પહેલાં દેશ માટે કામ કરવાનું, નહીં કે વ્યક્તિ માટે.
ટ્રમ્પ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા લોકો કેવી રીતે આપણી લોકતાંત્રિક સંસ્થાઓને બચાવશે, જ્યારે તેઓ પોતાની જ નીતિઓ લાગુ કરી રહ્યા છે. આ બધું જ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં રહેવા દરમિયાન યથાવત રહેશે.
ઓફિસરે આરોપ લગાવ્યો છે કે, ટ્રમ્પ પોતાની પર્સનલ અને સાર્વજનિક જીવનમાં વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉન જેવા પોતાના નિયમો બનાવનાર શાસકોને મહત્વ આપે છે.