યુએસ ઓપન ટેનિસ : નડાલ આજે સેમિફાઇનલમાં રમશે

1009

યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં આવતીકાલે પુરુષોના વર્ગમાં પ્રથમ ક્રમાંકિત ખેલાડી રાફેલ નડાલ પોતાની સેમિફાઇનલ મેચ રમશે. રાફેલ નડાલે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઐતિહાસિક જીત મેળવી હતી. પોતાની કેરિયરમાં પ્રથમ વખત રાફેલ નડાલે એવી ગ્રાન્ડસ્લેમ મેચ જીતી હતી જેમાં તેના હરીફે તેના કરતા વધારે ગેમ જીતી હતી. મહિલાઓના વર્ગમાં સેરેના વિલિયમ્સે પણ આગેકૂચ કરી હતી. તે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. સેરેનાએ ક્વાર્ટર ફાઇનલમાં કેરોલીના ઉપર ૬-૪, ૬-૩થી જીત મેળવી હતી જ્યારે સેવાસત્કોવાએ પોતાની હરીફ ખેલાડી ઉપર ૬-૩, ૬-૩થી જીત મેળવી હતી. મહિલાઓના વર્ગમાં જાપાનની મહિલા ખેલાડી ઓસાકા પણ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે જાપાનની પ્રથમ મહિલા ખેલાડી ૨૨ વર્ષમાં બની છે. ૨૦મી ક્રમાંકિત ઓસાકાએ પોતાની હરીફ ખેલાડી ઉપર જીત મેળવીને આ આગેકૂચ કરી હતી. યુએસ ઓપનમાં મેચ જોવા માટે પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પણ પહોંચ્યા હતા. આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે. સિંગલ્સ ચેમ્પિયન બનનાર ખેલાડીને ૩.૮ મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે જ્યારે સિંગલ્સ ફાઈનાલિસ્ટને ૧૮૫૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા બનનારને પણ જંગી રકમ ચુકવવામાં આવનાર છે. સ્પેનના રાફેલ નડાલ સામે આ વખતે મોટા પડકાર રહેલા છે. રાફેલ નડાલ સામે આ વખતે પુરુષોની સિંગલ્સ ફાઈનલ પહેલા નોવાક જોકોવિક અને રોજર ફેડરર પડકાર ફેંકી શકે છે. નડાલને પોતાના તાજને જાળવવા માટે જોરદાર મહેનત કરવી પડશે. આવી જ રીતે મહિલા સિંગલ્સમાં પણ સ્ટેફાનેને તાજને જાળવવા મુશ્કેલી રહેશે. કારણ કે, સેરેના વિલિયમ્સ પણ મેદાનમાં ઉતરી રહી છે. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો યુએસ ઓપનમાં સૌથી વધુ વખત તાજ પાંચ વખત રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્રસે જીત્યા છે જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સે છ વખત તથા ક્રિસ એવર્ટે પણ છ વખત મહિલા સિંગલ્સનો તાજ જીત્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ઇનામી રકમમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રેકોર્ડ ૩.૮ મિલિયન ડોલરની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. સિંગલ્સ વિજેતાને ગયા વર્ષની સરખામણીમાં ૨.૭ ટકા વધુ રકમ મળશે.

Previous articleતાપસીના ચરિત્રને ધ્યાનમાં રાખી અનુરાગ કશ્યપે ’મનમરજીયા’માં મેલ લીડમાં લીધી!
Next articleભારત-ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચનો તખ્તો ગોઠવાયો