ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચનો તખ્તો ગોઠવાયો

1144

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી લંડન ખાતે શરૂ થઇ રહી છે. ચોથી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે ૬૦ રને જીતી લઇને શ્રેણી પહેલાથી જીતી લીધી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય બેટ્‌સમેનોની ચારેબાજુ વ્યાપક ટિકા થઉ રહી છે. ચોથી ટેસ્ટ મેચમાં જીતવા માટેની સુવર્ણ તક હોવા છતાં ભારતીય ટીમના બેટ્‌સમેનોનો કંગાળ દેખાવ રહ્યો હતો. જેથી દેશના કરોડો ચાહકો હતાશ દેખાઇ રહ્યા છે. શ્રેણી ગુમાવી દીધી હોવા છતાં ટીમ છેલ્લી અને અંતિમ ટેસ્ટ મેચમાં શાનદાર દેખાવ કરે તેમ ચાહકો ઇચ્છે છે. ભારતીય ટીમને પ્રતિષ્ઠા બચાવવા માટેની તક છે. ઇંગ્લેન્ડ વધારે મોટા અંતર સાથે શ્રેણી જીતવા માટે ઇચ્છુક છે.   સાઉથમ્પટનના ઐતિહાસિક મેદાન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં ૨૭૩ અને બીજા દાવમાં માત્ર ૧૮૪ રન કરી શકી હતી અને તેની ૬૦ રને હાર થઇ હતી. તે પહેલા નોટિંગ્હામ ખાતે રમાયેલી  ત્રીજી ટેસ્ટ મેચ ભારતે ઇંગ્લેન્ડ પર ૨૦૩ રને જીત મેળવી લીધા બાદ એમ માનવામાં આવી રહ્યુ હતુ કે શ્રેણી હવે વધારે રોમાંચક  બનશે. પરંતુ ચોથી ટેસ્ટમાં ભારતીય બેટ્‌સમેનોનો કંગાળ દેખાવ રહ્યો હતો.  બર્મિગ્હામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ૩૧ રને અને લોડ્‌સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ એક ઇનિગ્સ અને ૧૫૯ રને ગુમાવી દીધા બાદ ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટમાં શાનદાર જીત મેળવી હતી. જો કે ચોથી ટેસ્ટ મેચમાં તેની ફરી હાર થઇ હતી.  ટિકા ટિપ્પણી વચ્ચે  વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.

Previous articleયુએસ ઓપન ટેનિસ : નડાલ આજે સેમિફાઇનલમાં રમશે
Next articleવર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સૌરભ ચૌધરીએ જીત્યો ગોલ્ડ, અર્જુનસિંહ ચીમાને બ્રોન્ઝ