વલ્લભીપુરમાં તળપદા કોળી સમાજનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો

1008

વલ્લભીપુર તાલુકા તળપદા કોળી સમાજનો ઈનામ વિતરણ રવિવાર સાતમના રોજ વાઘેશ્વરી મંદિર ખાતે યોજાઈ ગયો. જેમાં ધો.૮ થી વધુ અભ્યાસમાં ઉચ્ચ ટકાવારી મેળવેલ કુલ ર૧પ વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોએ પોતાના વક્તવ્યોમાં સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, કુરિવાજો તથા અંધશ્રધ્ધાઓ નાબુદ થાય તથા સમાજ સંગઠિત બને અને આર્થિક, સામાજીક તથા રાજકિય દ્રષ્ટિએ આગળ વધવા આહવાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સંતો-મહંતો તથા ભારતીબેન શિયાળ (સાંસદ-ભાવનગર), મનુભાઈ ચાવડા, રાજેશભાઈ ગોહિલ (ધારાસભ્ય ધંધુકા), વકતુબેન મકવાણા (પ્રમુખ જિ.પં. ભાવનગર), ધીરૂભાઈ શિયાળ, ધરમશીભાઈ ધાપા, ગૌતમભાઈ ચૌહાણ, કરશનભાઈ વેગડ, નટુભાઈ ચાવડા, મુન્નાભાઈ ચોગઠ (ઉપાધ્યક્ષ, અ.ભા.યુ. કોળી સમાજ) વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર તાલુકાના તથા વલ્લભીપુર શહેરના યુવાનોએ ભારે જહેમત ઉઠાવેલ તથા આ કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ દુમાદિયાએ કરેલ.

Previous articleઅમરનાથ યાત્રા-કાશ્મીર મુકામે ગુજરાતની ઈન સર્વિસ ડોક્ટર્સ ફેડરેશનનું સન્માન કરાયુ
Next articleહિંમતનગર ખાતે ઇન્ડીયન પોસ્ટ બેકનો પ્રારંભ