ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુળભુત ભારતીય સંસ્કૃતિની પરંપરાએ ગુરૂ-શિષ્યની પરંપરા રહી છે. પ્રાચીન શિક્ષણ પધ્ધતિમાં સંસ્કાર સાથેના શિક્ષણનું સિંચન થાય અને વિદ્યાર્થીમાં સર્વાંગી વિકાસ થાય તેવું શિક્ષણ આપવામાં આવતું.
આપણી એક જ એવી સંસ્કૃતિ છે કે જેમાં ગુરૂ-શિષ્યને બંનેને સિક્કાની એક બાજુએ તોળવામાંદ આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી પ સપ્ટેમ્બર સોમવારના રોજ શિક્ષક દિવસ નિમિત્તે નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ પોતે શિક્ષક બનીને ઉજવણી કરી હતી. આ દિવસે તમામ વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર સાડી પહેરીને શિક્ષક દિવસની ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કોલેજમાં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.