ગુજરાતના ખેડૂતોના દેવા માફી સહિતની સમસ્યા પ્રશ્નો અંગે એક આવેદનપત્ર ધંધુકા મામલતદારશ્રીને આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દિન-પ્રતિદિન દયનીય થતી જાય છે. તેવી રજુઆત પણ આવેદન પત્રમાં કરવામાં આવી છે. તદઉપરાંત કોંગ્રેસ દ્વારા મામલતદાર અને બીજુ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં હાર્દિક પટેલના અનશનના પ્રશ્ને કોઈ સમાધાન કાઢવા જંણાવાયું છે. તથા ધંધુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાર્દિક પટેલને સમર્થન જાહેર કરાયું હતું.
ધંધુકા તાલુકાના ઘણા વિસ્તારમાં ખુબ જ ઓછો વરસાદ પડેલ છે. પાક સુકાવાની શક્યતા છે ! પાક નિષ્ફળ જાય તે પહેલા તાત્કાલિક અસરથી નર્મદા નહેરમાં પાણી છોડવા પણ આવેદન પત્રમાં માંગણી કરવામાં આવી છે. બંને આવેથી પત્રો ધંધુકા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલના હસ્તે મામલતદારને અપાયા હતાં. આ પ્રસંગે શહેર તથા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.