હાર્દિકના સમર્થનમાં હજીરાધાર, ભાલવાવ સહિત ગામોમાં પાટીદારોનું ઉપવાસ આંદોલન

733

દામનગરના ગ્રામ્ય વિસ્તાર ધામેલ હજીરાધાર ભાલવાવ સહિતમાં એક હજાર થી વધુ પાટીદારોના ઉપવાસ શરૂ  પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફીની માંગ સાથે ઉપવાસ કરતા હાર્દિક પટેલના સમર્થન કરતા ધામેલ હજીરાધાર ભાલવાવ સહિતના ગ્રામ્યમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા ધૂન એક હજારથી વધુ પાટીદારો ધામેલ ખાતે એકત્રિત થયા જય સરદાર જય પાટીદારના નારા સાથે ઉપવાસ છાવણીમાં સ્થાનિક અગ્રણીઓ ગ્રામ્યના સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓની હાજરી જોવા મળી હતી ત્રણ કરતા વધુ ગ્રામ્ય વિસ્તારોમાંથી પાટીદાર સમાજના સામુહિક ઉપવાસ છાવણી ધામેલ ખાતે સવાર થી મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા ધૂન અને સૂત્રચાર હજીરાધાર ભાલવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારો જોડાયા હતા દિવસભર લાઠી તાલુકાના અનેકો અગ્રણીઓ સત્યાગ્રહ છાવણીની મુલાકાત લીધી હતી.

 

Previous articleમહુવાની બેલુર વિદ્યાલયમાં શિક્ષક દિવસની ઉજવણી
Next articleભાંકોદર ગામે સ્વાઈ એનર્જી સામે ચાલતા આંદોલનની મુલાકાતે હીરાભાઈ