બોટાદ જિલાના તલાટી કમ મત્રી મહામડળ દ્વારા વિવિધ માંગણીઓને લઈ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું જેમાં મોટી સખ્યામાં જિલાના તલાટી કમ મત્રી મહામડળ ના કર્મચારીઓ હાજર રહ્યા હતાં.
ગુજરાત રાજ્યના તલાટી કમ મત્રી મહામડળ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છીએ .ત્યારે તેની સાથે આજે બોટાદ જિલા તલાટી કમ મત્રી મહામડળ દ્વારા પણ આવેદનપત્ર નું આયોજન કરાયું હતું તલાટીકમ મત્રી મહા મડળ નું મુખ્ય માંગણીઓ એ છે કે ગ્રેડ પે સુધારવા માટે અગાઉના પરિપત્ર ની શરત રદ કરવી, ૨૦૦૬ ના બદલે ૨૦૦૪ નેી ભરતી થયેલ લોકોને સળંગ નોકરીનો હુકમ કરવો નવી ભરતી થયેલ તમામ ને જૂની પેન્શન પદ્ધતિ દાખલ કરવી તેમજ પ્રમોશનની જગ્યામાં વધારો કરવો તેવી વિવિધ માંગણીઓ ને લઈ આજે બોટાદ કલેકટર કચેરી ખાતે જિલાના તમામ તલાટી કમ મત્રી એકઠા થયા હતા અને કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી .અને જો આગામી દિવસોમાં માંગ સતોષવામાં નહી આવે તો ગુજરાત રાજ્યના તલાટી કમ મત્રી મહામડળ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે પગલા લેવામાં આવશે .