સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવાનો સરકારનો નિર્ણય

985

રાજયમાં કેટલાક વિસ્તારોમાં ખેંચાયેલા અને અપૂ૨તા વ૨સાદની પરિસ્થિતિને ઘ્‌યાનમાં લઈને ખાસ કરીને ખેતરોમાં ઉભા પાકને બચાવી લેવા મુખયમંત્રી વિજય રૂપાણીએ જે વિસ્તારોમાં નર્મદાના પાણીની સિંચાઈ માટે જરૂરિયાત ઉભી થઈ છે તે વિસ્તારોમાં આજ રાતથી જ નર્મદાનું પાણી નર્મદા નહેરોમાં છોડવાનો અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ મધ્ય ગુજરાત, ઉત્ત૨ ગુજરાત સૌરાષ્ટ્રની નર્મદા નહેરોના કમાન્ડ વિસ્તા૨માં આવતા સૌરાષ્ટ્રના  કેટલાક વિસ્તારો ઉ૫રાંત અમદાવાદ જિલ્લામાં ફતેવાડી અને ખારીકટ કેનાલમાં નર્મદાના પાણી સિંચાઈના હેતુ માટે છોડવામાં આવશે તેમ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.  રાજય સ૨કારે રાજયના ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ કૃષિ લક્ષી નિર્ણય લીધો હોવાનું ચુડાસમા તથા સિંચાઈ રાજયમંત્રી ૫૨બતભાઈ ૫ટેલે જણાવ્યું હતુ. ચુડાસમાએ જણાવ્યું હતુ કે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ ૫ટેલની સૂચના મુજબ અગાઉથી જ હાલમાં નર્મદા નહેરોમાં અંદાજે ૭૦૦૦ કયુસેક પાણી છોડાઈ ૨હયું છે. તેમાં જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં ૫ણ જેતે પાકને બચાવી લેવા નર્મદાના પાણી સિંચાઈના હેતુ માટે છોડવામાં આવશે. ફતેવાડી અને ખારીકટ કેનાલોમાં ડાંગ૨ના ઉભા પાકને બચાવવા તાત્કાલિક ધો૨ણે નર્મદાનું પાણી છોડવાની સૂચના આપી દેવાઈ છે તેમ ૫ણ ચુડાસમાએ જણાવ્યું હતું.

ખાસ કરીને ઉત્ત૨ ગુજરાતના અનેક વિસ્તારોમાં અપૂરતો વ૨સાદ છે ત્યારે એ વિસ્તારોમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઈ૫ લાઈન દ્વારા નર્મદાના પાણીથી અનેક તળાવો ભ૨વાની કામગીરી ચાલુ જ છે તે મુજબ આગામી દિવસોમાં ૫ણ જયાં જરૂરિયાત ઉભી થશે ત્યાં પાઈ૫ લાઈન દ્વારા નર્મદાના પાણીથી તળાવો ભરીને આસપાસના વિસ્તારોમાં ખેતી માટે સિંચાઈનું પાણી પુરૂ પાડવામાં આવશે, તેમ ૫ણ ચુડાસમા તથા સિંચાઈ રાજયમંત્રીએ જણાવ્યું હતું.

Previous articleવિવિધ માંગણીઓને લઈને તલાટીઓએ બોટાદ કલેકટરને આવેદનપત્ર આપ્યું
Next articleહાર્દિક અનશન : આજે કોંગી કાર્યકરો ઉપવાસ ઉપર બેસશે : ધાનાણી સહિતના રૂપાણીને મળ્યા