પ્રવિણ પટેલના વખતમાં થયેલ ભ્રષ્ટાચારનું પાપ છાપરે ચડી પોકારે છે

1691
gandhi492017-3.jpg

ગાંધીનગર મનપા બની ત્યારે કોંગ્રેસ તરફથી રાણાના પક્ષપલ્ટો કરેલા ભાજપના મેયર કોંગ્રેસના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન હતા ત્યારે સૌપ્રથમ સ્વચ્છતાનો પવિત્ર અને મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેકટ ડોર ટુ ડોર, કચરા માટેનો પ્રોજેકટ સૌ પ્રથમવાર શરૂ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. તે વખતે પરંપરાગત કોંગ્રેસના ચેરમેન પ્રવિણ પટેલના વખતમાં બંધ પડી ગયેલી કંપનીની ૧ વર્ષથી વધારે સમયથી તેના ગોડાઉનમાં સડતી અને કોઈ ના ખરીદે તેવી પીયાગો કંપનીની ગાડીઓ અને તે પણ મોંઘી – ખરીદવાનો આશ્ચર્ય જનક નિર્ણય લેવાયો હતો. બંધ કંપનીની ભંગાર ગાડીઓ અડધી કિંમત કરતાં વધારે ઉપરની રકમ તે વખતે ભ્રષ્ટાચાર દ્વારા ખરીદી કરી હોવાનું ચર્ચામાં હતું. ભાજપે પોતાના સિધ્ધાંતમા જ ભ્રષ્ટાચાર રહૈત શાસનનું વચન આપેલું હતું પરંતુ તે વિરોધ કરે તે પહેલાં મનપામાં ભાજપનું શાસન આવ્યું હતું ત્યારબાદની કચરાના ટેન્ડરની પ્રક્રિયા ભાજપના શાસનમાં થઈ હતી. 
બંધ થયેલી ગાડીઓના સ્પેરપાર્ટસ નહીં મળતાં હોવાની અને ટેન્ડરની મેઈન્ટેનન્સની શરતો બરાબર નહીં પાળી હોવાથી મોટાભાગની ગાડીઓ બંધ સ્થિતિમાં તે વખતના કોંગ્રેસી ચેરમેન પ્રવિણ પટેલ વખતે થયેલાં ભ્રષ્ટાચારનું પાપ તે આજે છાપરે ચડી પોકારી રહ્યું છે. આ ભ્રષ્ટાચારની યોગ્ય તપાાસ થાય તો હાલના કહેવાતા નેતાઓના પગ તળીયેથી ધરતી રહી નથી તેમ છે. 
આવી ગાડીઓ ખરીદવા માટે કઈ મોડેલ ઓપરેન્ડી તે વખતે અપનાવવામાં આવી હતી તેની તપાસની જરૂરીયાત છે જેથી ભાજપનું પોતાનું સુત્ર ભ્રષ્ટાચાર રહિત શાસનનો પ્રજામાં વિશ્વાસ રહે. આ ટેન્ડરમાં ગાડીઓ તથા કોમ્પેકટર શા માટે મ્યુ. ના ખર્ચે ખરીદવામાં આવ્યા ? જયારે ડોર ટુ ડોર ટેન્‌૯ર બહાર પાડી કંપનીને આપવાનું હતું. બંધ થઈ ગયેલી કંપનીની ગાડીઓ શા માટે ખરીદાઈ ? તેને કેટલા વર્ષની ગેરંટી વોરંટીમાં લેવાઈ, કંપનીએ કઈ કઈ શરતોનું પાલન નથી કર્યું અને છતાં કેટલાંક નાણા ભ્રષ્ટાચારની રીત રસમથી ચૂકવાઈ ગયા છે. આવા અનેક સવાલોના ભાજપ મળે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. 
આ ગાડીઓ બંધ થઈ જવાથી ડોર ટુ ડોરનું કામ આજે ગાડીઓના બદલે ટેકટર દ્વારા કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેમાં સ્વચ્છતાનો ભીનો કચરો કે સુકો કચરો તમામા બાબતો છેડ ઉડી જાય છે અને પુરતી સંખ્યામાં સમયસર નહીં પહોંચતા હોવાની બૂ શહેરમાં ઉઠવા પામી છે. તે આ ગાડીઓના ભ્રષ્ટાચારના પાપે થયું છે. 

ભાજપની સ્ટેન્ડિંગ કમિટિ ભ્રષ્ટાચાર રહિત શાસન માટે પ્રતિબધ્ધ, ઠરાવ કર્યો
ભાજપના મૂળ કાર્યકરો દ્વારા હાલ બનેલી સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન મનુભાઈ પટેલ અને તમામ સભ્યોએ ભ્રષ્ટાચાર મુકત અને પારદર્શક શાસન આપવાનું નકકી કર્યું છે.  હાલમાં જ આવી ટેન્ડરની કરતો કે અન્ય કમીટમેન્ટ પુરા ન કર્યા હોય તેવી કંપનીઓને નાણાં ચૂકવાઈ ગયાનું સામે આવતાં સ્ટેન્ડિંગ કમીટીમાં જીપીએમસી એકટ ૧૪૪૯ ની જોગવાઈ મુજબ કરારની જોગવાઈઓની પૂર્તતા કર્યા વિના બીલનું પેમેન્ટ થઈ શકે નહીં. એકતરફી અધૂરા કરાર અને ખરીદી તથા અન્ય કામોમાં આજદિન સુધી થયેલા પેમેન્ટમાં થતાં ભ્રષ્ટાચારને અટકાવવા આવા બીલો મંજૂર નહીં કરવા માટે ઠરાવ કરી ફરી એકવાર ભાજપની પારદર્શકતા અને ભ્રષ્ટાચાર મુકત શાસનનું વચન પાળવાની કોશીશ કરવામાં આવી છે. 
અગાઉ કેટલાય કંપનીઓએ સપ્લાય તથા મેઈન્ટેનન્સ કે ટેન્ડર ખરીદીની શરતો પુરી કર્યા વગર મનપાને ભ્રષ્ટાચારીઓ તથા ભ્રષ્ટાચારી રીતરસમથી ચૂનો લગાડેલો છે તેની યોગ્ય તપાસ થાય તો કહેવાતા કેટલાય નેતાનો અસલી ચહેરો બહાર આવી જાય તેમ છે.

ભાજપના આશિષ દવેની સ્પષ્ટતા બાદ ચોંકાવનારો ખુલાસો 
હાલના ગુડાના ચેરમેન આશિષ દવે દ્વારા કરેલી સ્પષ્ટતા અને ખુલાસા બાદ ચોકાવનારી માહિતી મળી હતી કે આ ખરીદી તે વખતના કોંગ્રેસના સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પ્રવિણ પટેલના વખતમાં થયેલ પ્રક્રિયા હતી. 
તેમણે કરેલા ખુલાસા મુજબ તેઓ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે આવ્યા ત્યારે ગાડીઓની ખરીદીની પ્રક્રિયા પુરી થયેલી હતી.
બાકીના કચરાના ટેન્ડરની પ્રક્રિયા તેમના વખતમાં થઈ હતી. આમ ભાજપના જ મોટા નેતાઓ આડકતરી રીતે આ ભ્રષ્ટાચાર તરફ તે વખતના ચેરમેન પ્રવિણ પટેલના વખતમાં થયાનો ઈશારો કરતાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

Previous articleનર્મદા યોજનાને સતત રોકવાનું પાપ કોંગ્રેસે કર્યું છે : ભાજપ
Next articleગુસ્તાખી માફ