વિશ્વમાં ૧૦૦ કરતા વધુ દેશોમાં રમાતી અને ભારતના પૂર્વાતર રાજ્યોની અતિ લોકપ્રિય રમત એવી સેપેકટેકરાવ માટે ગુજરાત સેપેકટેકરાવ એસોસીએશન દ્વારા ભાવનગર સેપેકટેકરાવ એસોસીએશનમાં પ્રમુખ પદે મૌલિકભાઈ પાઠકની ગુજરાત સેપેકટેકરાવ એસોસીએશનના સેક્રેટરી અને ઓલ ઈન્ડિયાના કોચ ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમની નિયુક્તિ કરવામાં આવેલ છે.
ગત વર્ષે મૌલિકભાઈ પાઠકના પ્રથમ પ્રયાસ દ્વારા આ રમતને પ્રથમ વખત એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્પોર્ટસમાં તેનો સમાવેશ કરવામાં આવેલ. તક્ષશીલા કોલેજ અને મૌલિકભાઈ પાઠકના પ્રયત્નથી છેલ્લા બે વર્ષથી આ રમતને એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં આંતર યુનિવર્સિટી ગેઈમ્સમાં રમાડવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં આ રીતે પહેલ કરનાર એમ.કે. ભાવનગર યુનિવર્સિટી પ્રથમ છે. આ તમામ પ્રયત્નો માટે હાલના કાર્યકારી કુલપતિ અને સીન્ડીકેટ મેમ્બર ડો.ગીરીશભાઈ વાઘાણીનો પણ સિંહફાળો રહ્યો છે. સમગ્ર આયોજનમાં યુનિવર્સિટી તરફથી શારીરિક શિક્ષણ નિયામક દિલીપસિંહ ગોહિલ દ્વારા પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવેલ.
અધ્યક્ષ સહિત હોદ્દેદારોની વરણી
સેપેકટેકરાવ રમત માટે ગુજરાત સેપેકટેકરાવ એસોસીએશન દ્વારા ભાવનગર સેપેકટેકરાવ એસોસીએશન બનાવવામાં આવેલ છે. જેમાં અધ્યક્ષ તરીકે પરેશભાઈ ત્રિવેદીને અને પ્રમુખ તરીકે મૌલિકભાઈ પાઠકની નિયુક્તિ કરવામાં આવેલ. એસોસીએશનના હોદ્દેદારોમાં ઉપપ્રમુખ અનુપમભાઈ મોદી, સુરેશભાઈ પરમાર, સેક્રેટરી તરીકે વિરભદ્રસિંહ જાડેજા, જોઈન્ટ સેક્રેટરી તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા, ખજાનચી ઉર્જાબેન દિહોરા, સભ્ય યશ આલગોતર, અનિરૂધ્ધસિંહ જાડેજા, કૈલાસબા જાડેજા અને દિવ્યાબા જાડેજાની નિયુક્તિ કરવામાં આવેલ.