ખેડૂતોમાં દેવા માફીની માંગ સાથે યુવા કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું

1349

ખેડુતોના દેવા માફીની માંગ સાથે ભાવનગર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવા જતા આ સવેદના હિન ભાજપ સરકારને ખેડુતોની વેદનાની પણ ચિંતાના હોય તે રીતે પોલીસ દમન દ્રારા બળજબરી પૂર્વક આવેદન પત્ર આપતા અટકાવવામા આવ્યા હતા છતા સક્ષમ વિપક્ષ તરીકે ક્રોંગ્રેસ પક્ષના આગેવાનો મામલતદારને આવેદન આપવામાં સફળ થયા હતાં.

આ કાર્યક્રમને અનુસંધાને ખેડુતોની વેદનાને વાચા આપવા અને આ તાનાશાહી હિટલરશાહી સરકારની આંખ ખોલવા ખેડુત પુત્ર તરીકે યુવા આગેવાન બળદેવ સોલંકીએ મુંડન કરાવ્યુ હતું. આ બેરી મુંગી સરકારનો અનોખી રીતે વિરોધ ભાવનગર તાલુકા ક્રોંગ્રેસ અને ભાવનગર જિલ્લા યુવક ક્રોંગ્રેસ દ્રારા કરવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમ દરમ્યાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. જેમા ગુજરાત પ્રદેશયુવા કૉંગ્રેસના મહામંત્રી મનોહરસિંહ ગોહિલ લાલભા, જીલ્લા યુવા કૉંગ્રેસના પ્રમુખ રાજકુમાર મૉરી, તાલુકા કૉંગ્રેસના પ્રમુખ મેર  દશરથભાઈ, જીલ્લા કૉંગ્રેસના મંત્રી યુવરાજસિંહ ગોહિલ-વરતેજ, જીલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી હિતુભા ગોહિલ, તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભોળાભાઈ કંટારીયા, ભરતભાઈ ખસીયા, હિરેનભાઈ ખમલ-કરદેજ, કિશનભાઈ મેર, પ્રવિણભાઈ મકવાણા, ચિમનભાઈ સાચપરા-કૉબડી, ગૉબરભાઈ ડાભી, જૉરુભા ગોહિલ, હિંમતભાઈ ડાભી, ઘનશ્યામભાઈ સવસીભાઈ, ચિરાગભાઈ, ઑધવજીભાઈ વેગડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleફુલવાડી ચોક પાસેના ઉંડા કુવામાં ગાય ખાબકી
Next articleસથરા ચોકડી પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી