મહાનગર સેવા સદને તાકિદે કાયમી ધોરણે એકસન પ્લાન ઘડવો જોઈએ : અનિલ ત્રિવેદી

1599

મેયરની ચેમ્બરમાં સેવકો રાજુભાઈ પંડયા, અનિલભાઈ ત્રિવેદીની ઢોર મુદ્દે રજુઆત અને આ માટે કોર્પોરેશને ચોકકસ કાર્ય પધ્ધતિ નકકી કરવા નાય.કમિશ્નર ગોવાણી વિગેરેની હાજરીમાં બેઠક યોજાય હતી, આ બેઠકમાં દક્ષિણ સરદારનગર વોર્ડના નગરસેવક અનિલભાઈ ત્રિવેદીએ શહેરમાં આડેધડ રખડતા ઢોરોના કડકાઈ ભર્યા  બંદોબસ્ત માટે તંત્રે એકસન પ્લાન કરીને પકડાતા ઢોરો માટે ચારા પાણીની વ્યવસ્થા તથા અન્ય જરૂરી કાર્યક્રમ ઘડી કાઢવાની માંગ ઉઠાવી હતી. ઢોર માટે યોગ્ય જગ્યાએ ઢોર ડબો ઉભો કરવા આ સભ્યોએ નારી પાસેની એક ખાલી જગ્યાની પંડીત સાથે મુલાકાત પણ લીધી હતી.  સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય રાજુભાઈ પંડયાએ સ્ટેન્ડીંગ કમિટીમાં લોક સમસ્યાનો મહત્વનો પ્રશ્ન ઢોરનો પ્રશ્ન રજુ કરી તંત્રને ૭ર કલાકની ચિમકી આપ્યા પછી એલર્ટ બનેલ તંત્રને વધુ સક્રિય બનાવવા તેમના સમર્થનમાં નગરસેવકો પંડયાને આવા પ્રશ્ને આગળ બઢોની વાત કરી રહ્યા છે. અનિલ ત્રિવેદીએ એક વાતચીતમાં જણાવ્યું કે, અખિલેશ્વર સર્કલ પાસેનો ઢોર ડબો ટેમપરી છે આના માટે કાયમી ઉકેલના ભાગ રૂપે ખાસ જગ્યામાં ઢોર ડબો બનાવવા તંત્રે કાર્યવાહી કરવી જોવે.

સેવા સદન ખાતે પૂર્વ ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા, રાજુભાઈ રાબડીયા, સહિતના નગરસેવકો પંડયાની રજુઆતને બળ આપી રહ્યા છે. આવી ચર્ચા લગભગ બધા સેવકોમાં જાગી રહી છે.

Previous articleભાવનગર સેપેકટેકરાવ એસોસીએશનના પ્રમુખ પદે મૌલિકભાઈ પાઠકની નિયુક્તિ
Next articleજેસર નજીક કાર પલ્ટી ખાઈ જતાં જુનાગઢના સગા ભાઈ-બહેનના મોત