આજે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ૨+૨ બેઠક યોજાઈ હતી. બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ સુરક્ષા સમજુતિઓ થઈ હતી. ભારતના વિદેશમંત્રીએ અમેરિકાના વિદેશમંત્રી અને સંરક્ષણ મંત્રીની હાજરીમાં જ પાકિસ્તાનને પણ ઉધડો લીધો હતો અને સરહદપાર આતંકવાદને લઈને ઝાટકણી કાઢી હતી. ભારત-અમેરિકાની આ બેઠકમાં એનએસજી, ૨૬/૧૧ના ગુનેગારોને સજા અને વ્યાપાર સંબંધીત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.બંને દેશો વચ્ચે ર્ઝ્રંસ્ઝ્રછજીછ પર દસ્તાવેજ થયા. આ સમજુતિ બાદ અમેરિકા સંબેદનશીલ સુરક્ષા ટેક્નિક ભારતને પણ વેચી શકશે. આમ ભારતને આ સંધીથી સંરક્ષણ ક્ષેત્રે ભારે ફાયદો થશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, ભારત એકમાત્ર એવો બિન-નાટો દેશ હશે, જેને અમેરિકા આ પ્રકારની સુવિધા આપવા જઈ રહ્યું છે. તે ઉપરાંત આતંકવાદ વિરોધી આંતરીક સહયોગ વધારવા પર પણ ભાર મુકવામાં આવ્યો છે.
અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ર્ઝ્રંસ્ઝ્રછજીછ સમજુતિને ખુબ જ મહત્વપૂર્ણ ગણાવી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ૨+૨ વાતચીતના મહત્વને ધ્યાનમાં રાખતા કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે સુરક્ષા, આંતરીક વ્યાપાર સહિતના તમામ મુદ્દાઓ પર વાતચીત થઈ. અમેરિકી વિદેશ મંત્રી અને સંરક્ષણમંત્રીની આ પહેલી સંયુક્ત યાત્રા છે. સ્વરાજે વધુમાં જણાવ્યું હતું કે, જૂન ૨૦૧૭માં વોશિંગ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ૨+૨ વાતચીતનો નિર્ણય લેવામાં આવ્યો. આ વાતચીતમાં અનેક સંયુક્ત મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થઈ.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, એનએસજીમાં ભારતની કાયમીસભ્ય પદને લઈને સહમતિ બની છે. અમેરિકા તે દિશામાં સહયોગ કરશે. બંને દેશો વચ્ચે રણનૈતિક ભાગીદારી આગળ વધી રહી છે. બંને દેશોમાં ઝડપથી વિકાસ પામી રહેલી અર્થવ્યવસ્થાથી બંને દેશોને જ લાભ થઈ રહ્યો છે. અમેરિકા ભારત માટે ઉર્જા આપૂર્તિ કરનાર દેશ તરીકે આગળ આવી રહ્યો છે તો વ્યાપરને સંતુલિત અને પરસ્પર લાભદાયક બનાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ભારતના લોકો પ્રત્યે વિશ્વાસ છે કે, અમેરિકા તેમના હિતોને ક્યારેય નુંકશાન નહીં પહોંચાડે, મેં અમેરિકી સમકક્ષો સાથે ભારતીય લોકોની આ ભાવનાનું સન્માન કરવા કહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આવવા જવાની સુવિધા અને માળખાગત વિકાસને પ્રોત્સાહન આપવા માટે દ્વિપક્ષીય સહયોગ આપવાને લઈને સહમતિ બની છે.
સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, અમેરિકા દ્વાર તાજેતરમાં કરવામાં આવેલી લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓની નોંધનું અમે સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે, ૨૬/૧૧ હુમલાની ૧૦મી વર્ષગાંઠ પર અમે ગુનેગારોને સજા અપાવવા સહયોગ વધારવા સમહત થયા છીએ. વાતચીતમાં સરહદપાર આતંકવાદનો મુદ્દો પણ શામેલ છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, સરહદપાર આતંકવાદને સમર્થન આપવાની પાકિસ્તાનની રણનીતિ વિરૂદ્ધ અમેરિકાનું વલણ સ્વાગત યોગ્ય છે. તેમણે કહ્યું હતું કે, ભારત રાષ્ટ્રપતિ ટ્રમ્પની અફઘાન નીતિનું સમર્થન કરે છે.