પાકિસ્તાની સેનાની તરફથી ‘શાંતિ પ્રસ્તાવ’ના નવા પેંતરા પર સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું છે કે જો પાકિસ્તાન વાતચીત કરવા માંગે છે તો પહેલાં આતંકવાદ રોકો. જનરલ રાવતે કહ્યું કે પહેલાં તેમને (પાકિસ્તાન) તરફથી થવી જોઇએ. તેમને આતંકવાદ રોકવાનો છે, જો તેઓ આતંકવાદ રોકશે તો અમે (ભારતીય સેના) પણ નીરજ ચોપડા બનીશું. આપને જણાવી દઇએ કે તાજેતરમાં થયેલા એશિયન ગેમ્સમાં ભારતના નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે પાકિસ્તાનને બ્રોન્ઝ મળ્યો હતો. ચોપડાએ ત્યારે ખેલ ભાવનાનો પરિચય આપતા આગળ વધી બ્રોન્ઝ જીતનાર પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવ્યો હતો.
સેના પ્રમુખે એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર સેનાના ખેલાડીઓના સમ્માન સમારંભ દરમ્યાન એક પ્રશ્નના જવાબમાં આ વાત કહી. આ દરમ્યાન તેમણે કહ્યું કે કાશ્મીરમાં સ્થિતિ ૨૦૧૭થી પહેલાંની સરખામણી શ્રેષ્ઠ થયા છે અને ૨૦૧૮મા તેમાં વધુ સુધારો થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે નીરજ ચોપડા ગયા વર્ષે જ જુનિયર કમિશન્ડ ઓફિસર સેનાનો હિસ્સો બન્યો. તાજેતરમાં જ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ પાકિસ્તાની બ્રોન્ઝ મેડલિસ્ટ સાથે હાથ મિલાવાની તસવીરને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ ટિ્વટર પર શેર કરી હતી અને તેના આ કદમના વખાણ કર્યા હતા.
અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના એક તાજેતરનાં રિપોર્ટમાં દાવો કર્યો છે કે પાકિસ્તાની સેના એ ભારતની સાથે ગુપચુર રીતે સંપર્ક કર્યો છે પરંતુ તેના પર ભારતની તરફથી કંઇ ખાસ પ્રતિક્રિયા મળી નથી.