તેલંગાણામાં વિધાનસભાને ભંગ : ચૂંટણી માર્ગ મોકળો

1586

તેલંગાણા સરકારના વિધાનસભા ભંગ કરવાના પ્રસ્તાવને રાજ્યપાલ નરસિંહને આખરે લીલીઝંડી આપી દીધી છે એટલે કે હવે રાજ્યમાં સમય કરતા પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાશે તે અંગેનો રસ્તો સાફ થઈ ગયો છે. હજુ સુધી લોકસભાની ચૂંટણીની સાથે જ ચૂંટણી યોજાનાર હતી. હાલમાં જ ચૂંટણી સુધી ચંદ્રશેખર રાવ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે જારી રહેશે.

ટીઆરએસની આ મિટીંગ માટે બુધવારના દિવસે જ અટકળો લગાવવામાં આવી રહી હતી. આ બેઠક માટે તમામ મંત્રીઓને હૈદરાબાદ બોલાવવામાં આવ્યા હતા. હકીકતમાં તેલંગણા સરકારને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા કરાવવાના ત્રણ કારણો મુખ્ય રીતે ગણવામાં આવી રહ્યા છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભાના નાયબ અધ્યક્ષની ચૂંટણીમાં ટીડીપી અને કોંગ્રેસ એક કેમ્પમાં હતા. ટીઆરએસને લાગી રહ્યું હતું કે લોકસભા ચૂંટણી સુધી બંનેમાં સપા અને બસપા જેવું ગઠબંધન થઈ શકે છે. હવે ટીઆરએસ ભાજપની તરફેણમાં હોય તેવા સંકેત મળી રહ્યા છે. લોકસભાની સાથે સાથે વિધાનસભા ચૂંટણી ન થવાને લઈને  અસાસુદ્દીન ઓએસીની પાર્ટીની સાથે પ્રત્યેક્ષ અથવા પરોક્ષ ગઠબંધન માટે ટીઆરએસ રાજ્યના ૧૨  ટકા જેટલા લઘુમતી મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેલંગાણામાં વિધાનસભાની ૧૧૯ સીટો છે. જેમાં સત્તારૂઢ ટીઆરએસની પાસે ૯૦ સીટો છે. જ્યારે વિપક્ષી કોંગ્રેસ પાસે ૧૩ સીટો રહેલી છે. ભાજપની પાસે પાંચ સીટો રહેલી છે. બીજુ બાજુ એવું પણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અને ટીડીપી સાથે મળીને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સાથે આવી શકે છે. આના માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ વચ્ચે વાતચીત થઈ ચુકી છે. આંધ્રપ્રદેશના વિભાજન બાદ ચંદ્રબાબુ નાયડુ હૈદરાબાદથી શિફ્ટ થઈ ગયા હતા પરંતુ તેલંગણાના કેટલાક વિધાનસભા ક્ષેત્રો ખાસ કરીને ગ્રેટર હૈદ્રાબાદમાં ટીડીપીની તકો હજુ મજબૂત છે.

Previous articleજાપાનમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ આંચકો : ૯ના મોત,૨૦ ઇજાગ્રસ્ત
Next articleપેટ્રોલમાં ૩૬ પૈસાનો અને ડિઝલમાં ૪૦ પૈસાનો વધારો