રાહુલ ગાંધી કૈલાશ માનસરોવરના દરબારમાં : તસ્વીરો શેર કરી

1772

જાહેરમાં પોતાને કેટલીય વખત પોતાને ‘શિવભકત’ બતાવી ચૂકેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાસ માનસરોવરની યાત્રા પર છે. રાહુલ ગાંધી સતત ત્યાંથી તસવીરો પણ શેર કરી રહ્યાં છે. પરંતુ પહેલી વખત રાહુલ ગાંધીની પોતાની તસવીર સામે આવી છે. અત્યાર સુધી રાહુલ પહાડ અને તળાવની તસવીરો જ શેર કરી રહ્યાં હતા.

શુક્રવારના રોજ રાહુલની આ તસવીરમાં ટોપી, ચશ્મા, જીન્સ, જેકેટ પહેરેલા દેખાઇ રહ્યાં છે. રાહુલની સાથે એક વ્યક્તિ બીજી કોઇ પણ છે. રાહુલની આ તસવીર સોશિયલ મીડિયા પર લેખક સાધ્વી ખોસલાએ શેર કરી. તો રાહુલ ગાંધીએ તેમના ટિ્‌વટર એકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો.

આપને જણાવી દઇએ કે ગુરૂવારના રોજ પણ રાહુલ ગાંધીએ ટિ્‌વટર એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી હતી. તેમણે લખ્યું કે આ વિશાળકાય પર્વતની શરણમાં આવવું સૌભાગ્યની વાત છે. આપને જણાવી દઇએ કે રાહુલ ગાંધી પોતાની કૈલાશ યાત્રા દરમ્યાન સતત પર્વતો, તળાવની તસવીરો શેર કરી રહ્યાં હતા. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર કેટલાંય લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું રાહુલ ખરેખર કૈલાસ ગયા છે. કેટલાંકે આરોપ મૂકયો હતો કે રાહુલ ગાંધી ઇન્ટરનેટથી તસવીરો ડાઉનલોડ કરી તસવીરો શેર કરી રહ્યાં છે. જાહેરમાં પોતાને કેટલીય વખત પોતાને ‘શિવભકત’ બતાવી ચૂકેલા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાસ માનસરોવરની યાત્રા પર છે.

Previous articleમહારાષ્ટ્રના પાંચ રાષ્ટ્રીય સચિવોની નિમણૂંક પર મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યો
Next articleટ્રમ્પ વિરુદ્ધ લખનાર દેશને બચાવી નથી રહ્યા પરંતુ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે