એસસી-એસટી એક્ટનો વિરોધ કરનારા સાથે બસપા સહમત નહીં : માયાવતી

1295

એસસી-એસટી એક્ટને લઇને છ સપ્ટેમ્બરના રોજ સવર્ણોના ભારત બંધને લઇને બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીએ કહ્યું હતું કે, આ લોકોની ખોટી ધારણા છે કે એસટી-એસસી એક્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. માયાવતીએ કહ્યું કે, મારી પાર્ટી આ વિચારથી સહમત નથી. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે, બીજેપી અને આરએસએસ ખરાબ રાજનીતિ કરી રહી છે અને તેમના દ્ધારા શાસિત રાજ્યોમાં સૌથી વધુ વિરોધ થઇ રહ્યો છે. આ મામલામાં બીજેપી કાવતરુ કરી રહી છે અને રાજકીય સ્વાર્થ માટે તેનો વિરોધ કરી રહી છે.

માયાવતીએ કહ્યું કે, દેશમાં બીજેપીનો જનાધાર ઓછો થઇ રહ્યો છે. બીજેપી એસસી-એસટી એક્ટ સાથે છેડછાડ કરી રહી છે. વાસ્તવમાં આરએસએસની માનસિકતા જાતિવાદી અને બીજેપીની નીતિઓ એસસી-એસટીના વિરોધી છે. બીજી તરફ બીજેપી આ એક્ટથી નારાજ સવર્ણોને મનાવવામાં લાગી છે.

કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, એસસી-એસટી એક્ટમાં સંસદમાં સંશોધનની સમીક્ષા કરવામાં આવશે નહી. કાયદામાં ફેરફારની માંગ કરી રહેલા લોકોએ એસસી-એસટીને લઇને પોતાના વ્યવાહરમાં બદલાવ લાવવો જોઇએ, તેમની સાથે સારી રીતે રહેવું જોઇએ. એસસી-એસટી એક્ટને લઇને છ સપ્ટેમ્બરના રોજ સવર્ણોના ભારત બંધને લઇને બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીએ કહ્યું હતું.

Previous articleટ્રમ્પ વિરુદ્ધ લખનાર દેશને બચાવી નથી રહ્યા પરંતુ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે
Next articleબ્રાઝિલમાં પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર પર જીવલેણ હુમલો,આરોપીની ધરપકડ