જાન્હવી કપુર નવી ફિલ્મમાં પાયલોટના રોલમાં ચમકશે

1665

પોતાની ડેબ્યુ ફિલ્મ ધડક બોક્સ ઓફિસ પર સરેરાશ રહ્યા બાદ પણ જાન્હવી કપુરને નવી નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. તેની પાસે સારી અને મોટા બેનરની ફિલ્મ આવી રહી છે. સ્ટાર કિડ્‌સ હોવાનો લાભ તેને મળી રહ્યો છે. હવે તે કરણ જોહરની વધુ એક ફિલ્મમાં કામ કરવા માટે જઇ રહી છે. તેના ફેન ફોલોવિંગમાં હવે વધારે થઇ રહ્યો છે. ધડક ફિલ્મ અપેક્ષા મુજબની સફળતા હાંસલ કરી શકી ન હતી. ધડક રજૂ કરવામાં આવ્યાના એક મહિના બાદ તેને કરણ જોહરની ફિલ્મ તખ્ત મળી ગઇ હતી. આ ફિલ્મમાં મોટા સ્ટાર કામ કરી રહ્યા છે. મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવવા માટે કરણ જોહર જાણીતા રહ્યા છે. હવે એવા હેવાલ આવ્યા છે કે કરણ જોહર નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે જેમાં જાન્હવી કપુર પાયલોટના રોલમાં નજરે પડનાર છે. રિપોટ્‌ર્સમાં કહેવામાં આવ્યુ છે કે આ ફિલ્મમાં જાન્હવી ઇન્ડિયન એરફોર્સની પહેલી મહિલા પાયલોટ ગુજન સક્સેનાની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ તૈયાર કરવામાં આવનાર છે. પોતાની ભૂમિકાને ન્યાય આપવા માટે જાન્હવી લાગી ગઇ છે. તે જરૂરી ટ્રેનિંગ પણ લઇ રહી છે. હાલમાં જ જાન્હવી અને ગુજનનો એક ફોટો પણ વાયરલ થયો છે. ગુજન ભારતીય હવાઇ દળની સાહસી પાયલોટ તરીકે રહી છે. તેની ભૂમિકા કરીને જાન્હવી ગર્વ અનુભવ કરી રહી છે. તેની પ્રથમ ફિલ્મને સફળતા ન મળ્યા બાદ તે નવા રોલને લઇને આશાવાદી છે. કરણ જોહર જાન્હવી કપુરમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. આ જ કારણસર મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં પણ તેને રોલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી પાસેથી ચાહકો શાનદાર એક્ટિંગની આશા રાખે છે.

Previous articleબ્રાઝિલમાં પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર પર જીવલેણ હુમલો,આરોપીની ધરપકડ
Next articleગુનીત મોંગા લાવી રહ્યા છવા ભારતના સૌથી મોટા યુટ્યુબદ ભુવન બામ અને અભિનેત્રી દિવ્યા દત્તાની સાથે એક અદ્વિતીય શોર્ટ ફિલ્મ -પ્લસ માઇનસ