અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલભીપુર શાખાનો અભ્યાસ વર્ગ યોજવામાં આવ્યો હતો. જેમાં પરિષદની કામગીરીથી વિદ્યાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા હતાં તથા નવી કારોબારી સમિતિની વરણી કરવામાં આવી હતી.
વલભીપુર ખાતે તાજેતરમાં એબીવીપી શાખા વલભીપુરના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ વર્ગનું આયોજન માનસ કન્યા વીદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થીત વિદ્યાર્થીઓને પરિષદનો પરિચય સૈધ્ધાંતિક ભુમિકા, તથા કાર્ય પધ્ધતિ અંગે અવગત કરાવવામાં આવ્યા હતાં. તથા વર્ષ ર૦૧૮-૧૯ માટે નવી કારોબારી સમિતિની વરણી કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ નિલેષ ચુડાસમા, ઉપાધ્યક્ષ વિજયસિંહ ગોહિલ મંત્રી જયેશ મકવાણા મહામંત્રી આકાશ રાઠોડ, જયરાજસિંહ ગોહિલ, યુવરાજ ચુડાસમા, યુવરાજસિંહ ગોહિલ, પિયુષ ગોહિલ, મહિપાલસિંહ ગોહિલ, જયપાલસિંહ ઘેલડા, દર્શન કામ્બડ, હરપાલસિંહ ડોડીયા હાર્દિક ચૌહાણ તથા કારોબારી સમિતિના સભ્યો જેમાં ભાર્ગવ મહેતા, રોહી પરમાર, કલ્પેશ સાકરીયા, કેવલ ગોહેલ, ધવલ ગોહેલ, ધર્મદિપસિંહ રાઠોડ, જયદિપ મકવાણા, હરપાલસિંહ ગોહિલ, સાહિલ પઠાણ, મયુર મકવાણા, પાર્થિવ કામ્બડ, અર્જુન ડાંગર, આકાશ મકવાણા, વિરાંગ સોલંકી, ચંન્દ્રજીત પરમાર, કલ્પેશ ચાવડા, મોહિન સૈયદ, અનિરૂધ્ધસિંહ બારડ, પ્રકાશ ચાવડા, કૌશિક હરસોરાની વરણી કરવામાં આવી હતી.