ફેડરલ બેંક બચત ખાતાનો વ્યાજદર ઘટાડતા કર્મીઓની આકસ્મિક હડતાલ

2072
bvn27102017-9.jpg

ફેડરલ બેંક એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા કર્મચારી તથા ગ્રાહકો પ્રત્યેના પક્ષપાતી વલણની વિરૂધ્ધમાં આજે આકસ્મિક હડતાલ પાડેલ. સમગ્ર મુંબઈ ઝોન, જેમાં ગુજરાતની તમામ શાખાઓનો પણ સમાવેશ થાય છે. ગ્રાહકોની બચત ખાતામાં વ્યાજદર ૪ ટકાથી ઘટાડીને ૩.પ ટકા કરી નાખવામાં આવેલ છે. જે નાના બચત ખાતેદારોની વિરૂધ્ધમાં છે. આ ઉપરાંત ગ્રાહકોના સર્વિસ ચાર્જીસમાં અસહ્ય વધારો કરવામાં આવેલ છે. જે પડ્યા પર પાટુ સમાન છે.
સમગ્ર હડતાલને ધ્યાનમાં રાખતા ગુજરાત બેંક વર્કસ યુનિયન તથા ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસીએશન દ્વારા ફેડરલ બેંકના કર્મચારીઓને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવેલ. જે સંદર્ભે આજરોજ ભાવનગરની સમગ્ર બેંકના વિવિધ કર્મચારીઓના સમર્થનથી સામુહિક સુત્રોચ્ચારનો કાર્યક્રમ ફેડરલ બેંક વાઘાવાડી ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં બેંક કર્મચારીઓએ ભાગ લઈ પોતાનું સમર્થન જાહેર કરેલ છે.

Previous articleમેયર સહિતની ગાડીઓ સોંપી દેવાઈ
Next articleરાજકિય પક્ષોના બેનરો ઉતારાયા