સ્વ. પિતાશ્રીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે વૃક્ષારોપણ

698

ગુરૂવારે સવારે સરદારનગર ખાતે આવેલ શેઠ એચ.જે. લો કોલેજના વિશાળ પટાંગણમાં સુભાગી ઈન્વેસ્ટરમેન્ટના સુનીલભાઈ પારેખએ તેમના સ્વર્ગીય પિતાશ્રીની ૧૦૦મી જન્મજયંતી નીમિતે ૧૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ આવે ગ્રીનસીટી સંસ્થા દ્વારા કરાવ્યું હતું. આમ સુંદર પર્યાવરણીય કામ કરીને તેમણે તેમના પિતાશ્રીને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યુ ંહતું કે આ વૃક્ષારોપણથી સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા મળશે. સ્વર્ગીય વડીલોની હંમેશા માટે યાદગીરી રાખવા માટે અને પર્યાવરણને પણ મદદરૂપ થવા માટે આનાથી વધારે સારી શ્રધ્ધાંજલી હોઈ શકે ? વધુમાં દેવેનભાઈએ જાહેર જનતાને અપીલ કરી છે કે સૌ કોઈ પોતાના જન્મદિન નિમિત્તે લગ્નદિન નિમિત્તે કે સ્વર્ગીય વડીલોના સ્મરણાર્થે વૃક્ષારોપણ કરી આપણા ભાવનગર શહેરને વધુને વધુ હરીયાળુ બનાવવામાં મદદરૂપ થવુ જોઈએ. આજનું વૃક્ષારોપણ સુનીલભાઈ પારેખના પરિવારના ૨૦ જેટલા સભ્યો તથા તેમના તમામ સ્ટાફ સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠનો પણ આજે જનમદિન હોય તેઓએ પણ વૃક્ષારોપણ કર્યુ હતું. આ વૃક્ષારોપણના પ્રસંગે ગ્રીનસીટીના અચ્યુતભાઈ મહેતા, ઝેક ઝાલા, મેઘા જોશી, જાનવી મહેતા, પ્રિયંકા, કૃતિ, અર્જુનભાઈ, અલકાબેન મહેતા વિગેરે સભ્યો હાજર રહ્યા હતા.

Previous articleઉચૈયા પ્રાથમિક શાળાનાં બાળકોને નોટબુક, શૈક્ષણિક કીટનું વિતરણ
Next articleધંધુકામાં હાર્દિકના સમર્થનમાં ધરણા