ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવણીના ભાગરૂપે આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ. માઢકના માર્ગદર્શન હેઠળ વિશાળ રેલીનું તેમજ પોષણ માસ રથનું શુભારંભ બોટાદના નગરપાલિકાના પ્રમુખ મહાસુખભાઈ કણઝરીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.ડી.પી.ઓ દક્ષાબેન, તાલુકા આરોગ્ય અધિકારી બરવાળા, એ.એલ.વર્મા અને તાલુકા આરોગ્ય અધિકારી, બોટાદ એસ.એસ. પ્રસાદ તથા પી.એ. ન્યુટ્રીશન- આરતીબેન દ્વારા લીલીઝંડી આપીને રેલી તથા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રકારની પોષણ માસ રેલી બોટાદ સહિત બરવાળા, રાણપુર અને ગઢડામાં પણ કાઢવામાં આવી હતી. બોટાદમાં આ કાર્યક્રમમાં બોટાદ શહેરના તમામ આશા બહેનો, ફીમેલ હેલ્થ વર્કર મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તેમજ આંગણવાડી વર્કર બહેનો તથા આઈ.સી.ડી.એસ.નો તમામ સ્ટાફ રેલીમાં જોડાયને પોષણ બાબતે જનજાગૃતિ માટે સુત્રો બોલવામાં આવ્યા હતાં. પોષણ માસ રથ બોટાદ જીલ્લાના તમામ ૧૯૦ ગામડાઓમાં કરીને લોકોમાં પોષણને બેનરો દ્વારા તેમજ માઈકીંગ દ્વારા લોકોને લીલી પાંદડાવાળા શાકભાજી, રેસાવાળા શાકભાજી તેમજ સરગવાના ફાયદા તેમજ માતાના ધાવણ વિશે રસોઈ બનાવતી વખતે લોખંડના ગઠ્ઠાને રસોઈને ઉકાળતી વખતે તેમાં મુકી રાખવાથી ખોરાકમાં આર્યનનો ઉમેરો થાય છે.