અંબિકા પ્રાથમિક શાળા નં.૭ માં ચિન્મય મિશન આયોજિત ગીતા શ્લોક ગાન સ્પર્ધામાં અંબિકા પ્રા.શાળા નં.૭,નાની માજીરાજ શાળા નં.૩૧,જ્યોતિ વિદ્યાલય અને કૃષ્ણ વિદ્યાલયના ૮૦ જેટલા બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.ગીતાના ૧૮ મા અધ્યાયના શ્લોક ગાનની સ્પર્ધા હતી.ચિન્મય મિશનના સ્વામીજી એ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં પસંદ થનારને શહેર કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટ ના સંકલનથી શાળાના શિક્ષક જાગૃતિબેન ચોલેરા એ જહેમત ઉઠાવી હતી.