ધંધુકા – અડવાળ – જાળીયા ગામની સીમમાં આવેલા ખેતરોમાં બી.પી.કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં જોવા મળે છે. પાકને અનુરૂપ વરસાદથી કપાસનું ઉત્પાદન જો કોઈ કુદરતી આફત ન આવે તો સારૂ થશે તેમ જનતાનું માનવું છે. હજુ પણ વરસાદની જરૂરત છે. આ વખતે ધંધુકા- ધોલેરા તાલુકામાં પ્રમાણમાં ઓછો વરસાદ છે તેથી વરસાદના પાણીની ખેંચ રહે તે સ્વાભાવીક છે. નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત થાય તેવી ખેડુતોની લાગણી સાંભળવા મળે છે.