બોટાદમાં હાર્દિક સમર્થકો દ્વારા શાળાએ જતી બસ રોકી કર્યો ચકાજામ. ઉપવાસ પર બેઠેલા હાર્દિકને સમર્થન આપવા એક દિવસ શાળા બંધ રાખવા અપીલ કરેલ. શાળા બંધ ન રહેતા ૫૦ જેટલા હાર્દિક સમર્થક વિદ્યાર્થી ઓ દ્વારા શાળા એ જતી બસ અટકાવી લગાવ્યા જય સરદારના નારા જય સરદારના નારા લગાવ્યા એક કલાક સુધી સ્કૂલ બસો રોકવામાં આવી.. પોલીસ ઘટના સ્થળે આવી યુવાનો ને ખસેડયા.. બસ રોક્યા બાદ સ્કૂલો બંધ કરાવવા જવાના હોય પોલીસે ૪ લોકો અટકાયત કરી હતી.
હાર્દિક પટેલ દ્વારા છેલ્લા ૧૩ દિવસ થી કરી રહ્યો છે ઉપવાસ આંદોલન..આજે હાર્દિક ના ઉપવાસ નો ૧૪મો દિવસ છે ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યો તેમજ ગુજરાત ના ગામડા ઓ માંથી પણ હાર્દિક સમર્થકો દ્વારા અલગ અલગ રીતે રામધૂન , થાળી વગાડી સમર્થન આપી રહ્યા છે. ત્યારે આજે બોટાદ ના હાર્દિક સમર્થક વિદ્યાર્થીઓ દ્વારા આજે એક દિવસ શાળા બંધ રાખી હાર્દિક ને સમર્થન આપવા ને લઈ હાર્દિક સમર્થકો દ્વારા આજે તાલુકા સેવા સદન પાસે થી સ્કૂલે જતી બસો એક કલાક સુધી રોકવામાં આવી..હાર્દિક સમર્થકો દ્વારા જય સરદાર ના નારા સાથે બસો રોકવાની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વિરોધ કરનાર યુવાન વિદ્યાર્થીઓ ને ત્યાંથી દૂર કરી ટ્રાફિક દૂર કરેલ…બસો રોકનાર હાર્દિક સમર્થકો દ્વારા ચાલુ સ્કૂલો આ વિદ્યાર્થીઓ દ્વારા બંધ કરાવવા જતા પોલીસ દ્વારા ૪ વિદ્યાર્થીઓ ની અટકાયત કરવામાં આવી.