પાલિતાણાની સર્વોદય સોસાયટીમાં રહેતા અને મેડીકલ સ્ટોર ધરાવતાં જૈન વેપારી એસબીઆઈ બેંકના લોકરમાંથી ઘરેણા કાઢી થેલીમાં રાખ્યા હતા તે થેલી કોઈ ગઠીયો સેરવીને લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની મળતી વિગત મુજબ પાલિતાણામાં મેડીકલ સ્ટોર ધરાવતા હરેશભાઈ પ્રવિણભાઈ જૈન (ઉ.વ.૬ર) આજરોજ પાલિતાણા દરબાર ચોક એસબીઆઈમાં પોતાના લોકરમાં રાખેલ રપ૦ ગ્રામ સોનું કિ.રૂા. ૬ લાખના કાઢી થેલીમાં રાખી બેંક લોક વિભાગની ચેમ્બરમાં બેઠા હતા ત્યારે આશરે ૧૪ થી ૧પ વર્ષની ઉંમર ધરાવતો ગઠીયો ટેબલ પર રાખેલી રપ૦ ગ્રામ સોનું ભરેલી થેલી સેરવીને નાસી છુટયો હતો. બનાવ અંગેની જાણ થતા પાલિતાણા ટાઉન પોલીસ સ્ટાફ બેંક ખાતે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજ પીઆઈ મંજુરી પાસે હાથ ધરી છે.