ભચાઉ નજીક અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

1512

ભચાઉ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરના સમયે ભચાઉ પાસે ૩.૭ની તીવ્રતાનો ઝટકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભચાઉના ખારોઈ પાસે નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૩.૨ નોંધાઈ છે. રાત્રે ૧૦ અને ૫૦ મિનિટે ભચાઉની ધરા ધ્રુજી છે. જેનું કેન્દ્રબિંદુ દૂધઈથી ૨૨ કિલોમીટર દૂર નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે, ગોઝારા ભૂકંપને દોઢ દાયકો વીત્યા બાદ પણ કચ્છની ધરા હજુ શાંત થઈ નથી અને સમયાંતરે હજુ ભૂકંપના આંચકા યથાવત્‌ છે.

આપને જણાવી દઇએ કે, કચ્છ અને ધરતીકંપને જૂનો નાતો છે.આ પહેલા અનેકવાર ધરતીકંપે કચ્છની ધરતીને ધ્રુજાવી છે.આ પહેલા ૨૦૦૧માં આવેલ ભયંકર ધરતીકંપે અનેક ઇમારતોને ભોંયભેગી કરી હતી. તો કેટલાક લોકોના જીવ લઇને મોટી તારાજી સર્જી હતી એ ઘટનાને કચ્છ અને સમગ્ર ગુજરાતના લોકો ક્યારેય ભૂલી શક્યા નથી ત્યારે આજે ફરી એકવાર ૩.૨ ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો.

આ સાથે વલસાડ ખાતે પણ તાજેતરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ આજરોજ ફરી એકવાર કચ્છના ભચાઉ પાસે ભૂંકપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ભયભીત થઇને ઘરની બહાર આવી પહોંચ્યા હતા.

Previous articleમુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાતે ફોર્મર યુ.એન. સેક્રેટરી જનરલ બાન કી-મૂન
Next articleસીએના વિદ્યાર્થીઓની પહેલી વાર પ્રેક્ટિકલ એસેસમેન્ટ ટેસ્ટ લેવાશે