પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધુ ભડકો : મોંઘવારીમાં પરેશાની

1096

પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. ઇંધણની કિંમતમાં અવિરત વધારો થવાના કારણે લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વધારો થયો હતો જેથી બંનેના ભાવ ઓલટાઈમ હાઇ સપાટી ઉપર પહોંચી ગયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૭.૩૯ સુધી પહોંચી ગઈ છે.

પેટ્રોલ ડીઝલની કિંમતમાં દરરોજ સુધારા કરવાનો નિર્ણય કર્યા બાદથી કોઇ એક દિવસમાં સૌથી મોટો વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં દિલ્હીમાં ૪૮ પૈસાનો વધારો થયો છે

જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં બાવન પૈસાનો વધારો થયો છે. આની સાથે જ ડીઝલની કિંમત વધીને ૭૨.૦૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશની પ્રથમ વિશ્વ મોબિલિટી સમિટ ‘મૂવ’નું વડાપ્રધાનના હસ્તે ઉદ્દઘાટન