દેશમાં એસસી-એસટી કાનૂનનો મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ વખત મામલો ગત વખત કરતાં જુદો છે. કાનૂનમાં સંશોધન લાવનાર બિલ કેન્દ્ર સરકારે પસાર કર્યું, એના પર સુપ્રીમ કોર્ટને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને નોટિસ આપીને ૬ સપ્તાહમાં જવાબ રજૂ કરવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટ હવે એસસી-એસટી એક્ટમાં કેન્દ્ર સરકાર તરફ કરાયેલાં સંશોધન અંગે વિચારણાકરશે અને એની અનુરુપતાને સમજવાની કોશિશ કરશે. આ મામલામાં વકીલ પૃથ્વી રાજ ચૌહાણ અને પ્રિયા શર્માએ અરજી દાખલ કરી છે, જે અંતર્ગત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ૬ સપ્તાહમાં જવાબ માંગ્યો છે.