આ બેઠકમાં દિલ્હી બીજેપીના પ્રવક્તા હરીશ ખુરાના બેભાન થઇ ગયા હતાં. જેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં.
અમિત શાહે બેઠકમાં જણાવ્યું કે, “અમને 2014થી વધારે પ્રચંડ બહુમત સાથે 2019માં જીત મળશે. અમારી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે. તેમણે આગળ જણાવતા કહ્યું કે, 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સિવાય તેલંગાના પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.”
આ બેઠકમાં આગામી થોડા મહિનામાં થનારી 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે સાથે 2019માં થનારી લોકસભા ચૂંટણી વિશે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, આગામી થોડા મહિનામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી થવાની છે. આ ત્રણેય રાજ્યોમાં બીજેપી સત્તા પર છે. રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષથી બીજેપીએ સત્તા પર કબજો જમાવ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પાર્ટી છેલ્લા 15 વર્ષથી સત્તા પર છે. હાલ તેમની સત્તા જાળવી રાખવી પાર્ટી માટે મોટો પડકાર છે.