થોડા દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં દિવસે ને દિવસે વધી રહ્યાં છે. તો દેશમાં મુંબઇમાં પણ પેટ્રોલનાં ભાવે માઝા મુકી છે. આજે રાજ્યમાં પણ અનેક જગ્યાએ પેટ્રોલનો ભાવ 80ને પાર જતો રહ્યો છે. મધ્યમ વર્ગની કમ્મર તોડી નાંખે તેવા આકરા ભાવ વધારાના કારણે લોકોને ન છૂટકે બેટરીથી ચાલતા વાહનો તરફ વળવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
ગીર સોમનાથમાં પેટ્રોલના 81.06 રૂપિયા પ્રતિ લીટર છે અને ડિઝલના 79.35 રૂ. પ્રતિ લીટર સાથે રાજ્યમાં સૌથી મોંધુ પેટ્રોલ ડીઝલ વેચાઇ રહ્યું છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 80ને પાર થઇ ગયો છે. ભાવનગરમાં પ્રતિ લિટર રૂ.80.63 થયુ છે અને ડીઝલ રૂ.78.91 પ્રતિ લિટર છે. અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ રૂ.79.58, ડીઝલ રૂ.77.87 છે. સુરતમાં પેટ્રોલના ભાવમાં 38 પૈસા અને ડીઝલના ભાવમાં 47 પૈસાનો વધારો થયો છે. સુરતમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ રૂ.79.52,ડીઝલ રૂ.77.83 છે. બનાસકાંઠામાં પેટ્રોલનો ભાવ 79.67, ડિઝલનો 77.98 રૂ. ભાવ છે. પંચમહાલમાં પેટ્રોલનો ભાવ રૂ.78.96 છે જ્યારે ડીઝલનો ભાવ રૂ.76.73તો રાજકોટમાં પેટ્રોલમાં 39 પૈસાનો વધારો ડિઝલમાં 47 પૈસાનો વધારો થયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 79.40, ડિઝલનો ભાવ રૂ. 77.69 રૂપિયા છે.
શનિવારે પણ દિલ્હી અને મુંબઇમાં ભાવ વધ્યાં છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 80.38 પ્રતિ લિટર જ્યારે આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવ 87.77 પ્રતિ લિટર છે. બીજી તરફ જોઇએ તો ડીઝલનાં ભાવમાં 44 પૈસાનો વધારો થતાં દિલ્હીમાં લિટરનાં 80.38 પ્રતિ લિટર અને મુંબઇમાં 47 પૈસાના વધારા સાથે 76.51 પ્રતિ લિટર થઇ ગયા છે.