ટેસ્લા અને સ્પેસ્કસના સીઇઓ એલન મસ્ક તેમના વર્તનને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે ચાલુ ઇન્ટરવ્યૂમાં ગાંજો પીધા હતો જેને કારણે એક વિવાદ ઉભો થયો છે. કોમેડિયન જો રોગનની સાથે તેના વેબ શોમાં અઢી કલાક લાંબા પોડકાસ્ટ દરમિયાન મસ્કે ગાંજાનું સેવન કર્યુ હતું. આ સિવાય તેમણે વ્હિસકી પણ પીધી હતી. આ ઇન્ટરવ્યૂમાં મસ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, સોશ્યિલ મીડિયા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ગાંજાનો સેવન કરવા અંગે મસ્કે જણાવ્યું કે તેઓ કયારેક કયારેક ગાંજાનું સેવન કરે છે તેમને લાગે છે કે આનાથી ફળદ્રુપતામાં વધારો થાય છે. આ ઇન્ટરવ્યૂ કોલિફોર્નિયામાં થયો છે અને અહિંયા ગાંજો પીવાની મનાઇ નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ગાંજાને કાયદાકીય સ્વિકૃતિ આપવાની માંગને લઇને પ્રદર્શન પણ થઇ રહ્યા છે.
મીડિયાના રિપોર્ટ મુજબ, વીડિયો વાયરલ થયા બાદ ટેસ્લા કંપનીના શેરના ભાવમાં ૧.૪ ટકાનું ગબડું પડ્યું હતું. ઇન્ટરવ્યૂ દરમિયાન મસ્કે ટેસ્લા વિશે વાત કરતા જણાવ્યું કે, એક મોટરકાર કંપનીને ચલાવવું એ અત્યંત કપરું કાર્ય છે અને આ કામ તેમના જીવનના સૌથી કપરા કાર્યોમાનું છે.
મસ્કના ગાંજાના સેવન કરવા પર સોશ્યિલ મીડિયા યુઝર્સે હંગોમાં મચાવ્યો છે. જોકે કેટલાક લોક મસ્કની ટિકા કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનું સમર્થન પણ કરી રહ્યા છે.