હાલમાં માનસરોવરની યાત્રાએ ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત પાછા ફરીને વિધાનસભા ચૂંટણીઓના પ્રચારમાં વ્યસ્ત થશે.
જોકે એ દરમિયાનમાં રાહુલ ગાંધી બે દિવસ માટે ખાડીના દેશોનો પ્રવાસ કરશે.જેના કેન્દ્ર સ્થાને દુબઈ રહેશે. નરેન્દ્ર મોદીની જેમ રાહુલ ગાંધી પણ આ પ્રવાસ દરમિયાન ભારતીય મૂળના લોકોને સ્ટેડિયમમાં સંબોધિત કરશે. આ માટે ૫૦૦૦૦ લોકો બેસી શકે તેવા સ્ટેડિયમની શોધ ચાલી રહી છે. આ માટે શારજાહ સ્ટેડિયમના વિકલ્પનો પણ વિચાર કરાઈ રહ્યો છે.
દુબઈમાં ભારતીય મૂળના લગભગ ૩૪ લાખ લોકો રહે છે. જેમના પરિવારો અને સગા સબંધીઓ ભારતમાં છે. મોદીની જેમ રાહુલ બીન નિવાસી ભારતીયોને રિઝવવાની કોશીશ કરશે.
આ પહેલા રાહુલ જર્મની અને ઈંગલેન્ડમાં નાના પાયે સંવાદ કરી ચુક્યા છે. રાહુલ ગાંધીનો દુબઈ પ્રવાસ ઓકટોબરમાં યોજાય તેવી શક્યતાઓ છે.