ક્રિકેટની દુનિયામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે અને એ સમાચાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ચાહકોને નિરાશ કરી શકે છે. ગત આઇપીએલ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેનારા અને પછી આઇપીએલ માટે ઉપલબ્ધ રહેવાની જાહેરાત કરનારો એ. બી. ડિવિલિયર્સ આઇપીએલની આગામી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)નો કેપ્ટન બને તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આરસીબી ટીમ મેનેજમેન્ટે ગેરી કર્સ્ટનને ડેનિયલ વિટોરીના સાથે નવો કોચ બનાવી દીધો છે.
આરસીબીની ટીમ ‘ઘર કે સારે બલ્બ બદલ ડાલૂંગા’ની સ્થિતિમાં દેખાઈ રહી છે. એ જ કારણ છે કે ઘણાં વર્ષથી ટીમનો કોચ રહેલો ડેનિયલ વિટોરી અને તેના સ્ટાફની સેવાઓ સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાને કોચિંગ સ્ટાફમાં સ્થાન આપવામાં આવ્યું.
સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એવા સમાચારો મળી રહ્યા છે કે આરસીબી મેનેજમેન્ટે વિરાટ કોહલીના સ્થાને ડિવિલિયર્સને કેપ્ટન બનાવી દેવાનો નિર્ણય કરી લીધો છે.