ગાંધીનગર યુનાઇટેડ નેશન્સનાં પુર્વ સેક્રેટરી બાન કી મૂન તથા નોર્વેનાં પુર્વ પ્રધાનમંત્રી ગ્રો હેર્લેમ બુન્ટલેન્ડ બંને નેલ્સન મંડેલા દ્વારા સ્થાપીત ધ એલ્ડર્સ ગૃપમાં સક્રિય ભુમિકા ભજવી રહ્યા છે.
શુક્રવારે બંને નેતાઓ મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર પહોચ્યા હતા. જયાંથી મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, અગ્રસચિવ એમ કે દાસ, આરોગ્ય કમિશનર ડો જયંતી રવી તથા ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી એમ એસ સોલંકી સાથે ઉનાવા ગામે શરૂ કરવામાં આવેલા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની મુલાકાતે પહોચ્યા હતા.