ટાટા કેપીટલ ફાઈનાન્શિયલ સર્વિસનો ઈસ્યુ ૧૦, ૯ના રોજ ખુલશે

799

પ્રણાલીબદ્ધ, મહત્ત્વપૂર્ણ, ડિપોઝિટ ન લેતી નોન-બેકિંગ ફાઇનાન્શિયલ કંપની ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ એ વિવિધ સેગમેન્ટનાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારનાં કસ્ટમાઇઝ નાણાકીય ઉત્પાદનો પૂરાં  પાડવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે કંપનીએ રૂ. ૬,૦૦,૦૦૦ લાખ સુધીનો રૂ. ૧,૦૦૦ની ફેસ વેલ્યુ ધરાવતાં સીક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પ્રસ્તુત કર્યો છે તેમજ રૂ. ૧,૫૦,૦૦૦ લાખથી રૂ. ૭,૫૦,૦૦૦ લાખ સુધીનો રૂ. ૧,૦૦૦ની ફેસ વેલ્યુ ધરાવતાં અનસીક્યોર્ડ, સબઓર્ડિનેટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પ્રસ્તુત કર્યો છે, જે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ ખુલશે. ટ્રેન્ચ ૈં ઇશ્યૂની બેઝ ઇશ્યૂ સાઇઝ રૂ. ૨૦૦,૦૦૦ લાખ છે, જેમાં રૂ. ૭૫૦,૦૦૦ લાખ સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ છે.

ઇશ્યૂ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ બંધ થશે, જેમાં કંપનીનાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની કાર્યકારી સમિતિ દ્વારા વહેલાસર ઇશ્યૂને બંધ કરવાની કે એને લંબાવવાનો વિકલ્પ સામેલ છે.

ક્રિસિલ અને કેર રેટિંગ્સ દ્વારા રેટિંગ ‘ઊંચી સલામતી’ સૂચવે છે

આ ટ્રેન્ચ ઇશ્યૂ હેઠળ ઇશ્યૂ થનાર એનસીડીએસને ક્રિસિલે ૧૫ ઓગસ્ટ, ૨૦૧૮નાં રોજ એનાં પત્ર દ્વારા રૂ. ૭૫૦,૦૦૦ લાખ સુધીની રકમ માટે ક્રીસીલ એએએ સ્ટેબલ રેટિંગ આપ્યું હતું અને ૨૭ ઓગસ્ટ, ૨૦૧૮નાં પત્ર દ્વારા એને પુનઃ પુષ્ટિ આપી હતી. આ જ ઇશ્યૂને કેર રેટિંગ્સે ૧૪ ઓગસ્ટ, ૨૦૧૮નાં પત્ર દ્વારા “કેર એએએ સ્ટેબલ રેટિંગ આપ્યું હતું અને ૨૭  ઓગસ્ટ, ૨૦૧૮નાં પત્ર દ્વારા એને પુનઃ  પુષ્ટિ આપી હતી. ક્રિસિલ દ્વારા  એનસીડીએસને રેટિંગ્સ નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવા સાથે સંબંધિત ઊંચી સલામતી સૂચવે છે.

ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડનાં નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવ સભરવાલે કહ્યું હતું કે, “ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસની એસેટ રિટેલ, એસએમઇ અને કમર્શિયલ ફાઇનાન્સમાં એસેટ સાથે સારી રીતે ડાઇવર્સિફાઇડ પ્લેટફોર્મ છે. કંપનીએના એએએ રેટિંગ્સ, વિસ્તૃત વિતરણ નેટવર્ક અને મજબૂત ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એનબીએફસી સ્પેસમાં વૃદ્ધિની તકોનો લાભ લેવાની સારી સ્થિતિમાં છે. અમે ભવિષ્યમાં અમારાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા અમારી ડિજિટલ કામગીરી વધારીશું.” તેવી ખાત્રી પણ આપી છે.

Previous articleડમ્પિંગ સાઇટનો વિવાદ થવાથી મનપાએ ચોખ્ખી જમીન માગી
Next articleરાજેશ્રી પોલીપેકના આઈપીઓ ૧૦ સપ્ટેમ્બરે ખુલશે