જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભાવનગર પ્રેરિત તથા કલસ્ટર રિસોર્સ સેન્ટર-એમ.એસ.બી.-૯,મહુવા આયોજિત કલસ્ટર કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન ત્રિ.વૃ.પારેખ પ્રા.શાળા નં.-૬માં યોજાયેલ. જીવનના પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો મુખ્ય વિષય પર કલસ્ટરના કો.ઓર્ડિનેટર રમેશભાઈ સેંતાના વિશિષ્ટ આયોજન નીચે યોજાયેલ સાયન્સ ફેરમાં કુલ પાંચ વિભાગોમાં વિવિધ શાળાઓના ૨૮ બાળ વૈજ્ઞાનિકોએ ૧૪ કૃતિઓ રજૂ કરેલ. વિભાગ-૧માં શાળા નં.૬ની ટેરેસ ફાર્મિંગ કૃતિ, વિભાગ-૨માં શાળા નં.૬ની ધૂમાડાનું શુધ્ધિકરણ કૃતિ, વિભાગ-૩માં શાળા નં.૬ની મલ્ટીપર્પઝ યુઝ ઓફ રેઈન વોટર કૃતિ, વિભાગ-૪માં શાળા નં.૬ની રિવર ક્લિનર મશીન કૃતિ તથા વિભાગ-૫માં શાળા નં.૯ની ઓવરલોડ ચેકપોસ્ટ કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન માટે પસંદગી પામેલ. નિર્ણાયક તરીકે શેઠ એમ.એન.હાઈસ્કૂલના ગણિત-વિજ્ઞાન શિક્ષક બી.કે.સોલંકી તથા જી.એસ.વાઢેરે સેવા આપેલ. શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટ, બી.આર.સી.કો.ઓ.મુકેશભાઈ ભટ્ટ, સી.આર.સી.કો.ઓ. સુનિલભાઈ મહેતા, ન.પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ જગદિશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી, ગુજરાતી કેળવણી પરિષદ-મહુવા કેન્દ્રના હિમાંશુભાઈ બોરીસાગર, શાળા નં.૧,૪,૬,૮,૯,૧૧,૧૭ના આચાર્ય સહિત અનેક શિક્ષકો અને ૩૪૮ વિદ્યાર્થીઓએ પ્રદર્શનને નિહાળેલ. શાળા નં.૬ના આચાર્ય વિજયભાઈ વાઘેલા તથા શિક્ષક હરેશભાઈ વળિયા, રમેશભાઈ કાતરિયા, હિંમતભાઈ પટેલિયા તથા અન્ય તમામ શિક્ષકોએ અને શાળા નં.૬ના ઈન્ટરશીપના બી.એડ.ના તાલીમાર્થીઓએ પ્રદર્શનમાં જરૂરી વ્યવસ્થા સફળતાપૂર્વક નિભાવેલ. કલસ્ટરની તમામ શાળાઓના આચાર્યોનો પૂરતો સહયોગ મળેલ. કલસ્ટર કક્ષાનો સાયન્ય ફેર સૌથી વધુ અને શ્રેષ્ઠ કૃતિઓ સાથે પ્રશંસાને પાત્ર બન્યો હતો.