સ્વ.કંસારા મથુરદાસ લલ્લુદાસના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા સિહોર ના હનુમાનધારા ખાતે અશ્વિનભાઈ પાઠક ના મધુર કંઠે સુંદરકાંડના પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું
સતત છઠ્ઠા વર્ષે આ પરિવાર દ્વારા સુંદરકાંડ ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દરેક વખતે સુંદરકાંડ ના પ્રખર એવા ગુરુજી અશ્વિનભાઈ પાઠક ના મધુર કંઠે અલગ અલગ તાલ દ્વારા અને ચોપાઇ તેમજ દોહા અને તેની ગાવાની શૈલી થી લોકો ને ભક્તિ મા તરબોળ કરેલ હતા,અને સિહોરવાસીઓને આવો અનેરો લ્હાવો ચેતનાબેન (પૂર્વ પ્રમુખ સિહોર નગર પાલિકા) તેમજ અંતુભાઈ(પ્રમુખ સિહોર મેડિકલ એસોસિએશન) દ્વારા પોતાના પરિવાર ના સ્વર્ગસ્થ મોભીના સ્મરણાર્થે અપાયેલ હતો,આ પાઠમાં સિહોરની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીભક્તિ રસ મા ભાવવિભોર બનેલ.