ભાવનગર મહાનગર ાાલિકા દ્વારા પીરછલ્લા વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ માજીરાજ ગૃલ્સ હાઈસ્કુલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો ૧૦૪પ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમ પ્રસંગે મેયર, સ્ટે. કમિટિ ચેરમેન કિર્તિબેન દાણીધરીયા, કૃણાલકુમાર શાહ, ઉષાબેન તેલરેજીયા, યોગીતાબેન ત્રિવેદી, ન.પા. કમિ ગોવાણી, સીટી એન્જી ચ્ંદારાણા, સનતભાઈ મોદી, વહિવટી અધિકારી દેવાંગીબેન મહેતા વિગેરે હાજર રહેલ. આ સેવાસેતુ કાર્યક્રમ સોગંદનામું, રેશનકાર્ડ, આધારકાર્ડમાં અમૃતમ વૃધ્ધ સહાય અને આરોગ્યલક્ષી સેવાઓનો સમાવેશ કરાયો હતો.