ગાંધીનગરના સેકટર – ૧૩માં એરફોર્સ, નેવી ના અધિકારીઓ અને તેમના કુટુંબ દ્વારા વિશિષ્ટ પોંડ બનાવી છઠ પુજાનું આયોજન કરાયું હતું.
છઠ મહાપુજા આધ્યશક્તિના સ્વરૂપે પુજા છે. આ પુજા સર્વે પરિવારજનોના દિર્ધાયુ માટે કરવામાં આવે છે. છઠ વર્તી દ્વારા ૩૬ કલાક સુધી કોઇ પણ પ્રકારનું અન્ન કે જળ લીધા વગર આ ઉપવાસ કરવામાં આવે છે. દિવાળી પછીના છઠ્ઠા દિવસે ઉજવવામાં આવે છે. આ છઠ મહિનાની માન્યતા પણ એવી છે કે સાચા મનથી છઠ મહાપુજા કરવાવાળા લોકોની બધીજ મનોકમનાઓ પુરી થતી હોવાની માન્યતા છે. ધાર્મિક માન્યતા પ્રમાણે અજ્ઞાત વાસના સમયે પાંડવો દ્વારા પોતાનુ રાજપાઠ પાછું મેળવવા મે સુર્ય ભગવાનનું છઠ મહાપુજાના સ્વરૂપમાં પૂજન શરૂ કર્યું હતું. જેથી ઉત્તર ભારતના રાજ્યોમાં આ પુજાનું વધારે છે. એજ રીતે વડોદરામાં છેલ્લા ૧૯ વર્ષથી મહિસાગર નદીના કાંઠે ધૂમધામથી આ છઠ મહાપુજાનું આયોજન કરવામાં આવે છે.