અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે, ચીન અને ભારત જેવા દેશોને આર્થિક મદદ કરવી એ ગાડપણ છે. ભારત અને ચીન બન્ને દેશની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. જેથી આવા દેશોને આપવામાં આવતી તમામ મદદને બંધ કરી દેવી જોઈએ. ટ્રમ્પે વધુમા કહ્યું કે, કેટલાક દેશોની અર્થવ્યવસ્થા સુધરી રહી છે.
જેમા ચીન અને ભારતનો સમાવેશ થાય છે. જેથી આવા દેશોને આર્થિક સહાય આપવાનું બંધ કરવુ જોઈએ.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ અંગે ટ્રમ્પે કહ્યુ કે, હું ચીની રાષ્ટ્રપતિનો સૌથી મોટો ચાહક છું. પરંતુ મે તેમને જણાવ્યું કે, આપણે નિષ્પક્ષ રહેવું જોઈએ. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો ચીનથી આયાત થનાર ૨૬૭ અબજ ડોલરની વધારાની વસ્તુઓ પર પણ ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવાની ધમકી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ચીનથી અમેરિકામાં ઈમ્પોર્ટ થતી ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડ્યુટી વધારવાનુ એલાન પહેલા જ કરી ચુક્યા છે. જોકે અમેરિકાની નવી ધમકીના જવાબમાં ચીને પણ પોતાને ત્યાં કાર્યરત અમેરિકન કંપનીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.
ટ્રમ્પે કહ્યુ છે કે ૨૦૦ અબજ ડોલરની ચાઈનીઝ પ્રોડક્ટ પરની ડ્યુટી જલ્દી લાગુ થઈ જશે. મને કહેવુ પસંદ તો નથી પણ હું જો ઈચ્છુ તો બીજી ૨૬૭ અબજ ડોલરની ચાઈનીઝ પ્રોડક્ટસ પર પણ ડ્યુટી લગાવી શકું છું. જેનાથી સમીરકરણ સંપૂર્ણ રીતે બદલાઈ જશે.
આ નિવેદન બાદ અમેરિકન શેર માર્કેટ ગગડ્યુ હતુ. સાથે સાથે ચીનના ચલણમાં પણ ધોવાણ જોવા મળ્યુ હતુ. ટ્રમ્પ ૫૦ અબજ ડોલરની ચાઈનીઝ પ્રોડક્ટસ પર ૨૫ ટકા ડ્યુટી લગાવી ચુક્યા છે. તેનો અમલ પણ થવા માંડ્યો છે.
જ્યારે ૨૦૦ અબજ ડોલરની જે બીજી પ્રોડક્ટ પર ૧૦ થી ૨૫ ટકા ડ્યુટી લાગવાની છે. તેમાં કેમેરા, લગેજ, હેન્ડબેગ, ટાયર, વેક્યુમ ક્લીનર જેવી કન્ઝ્યુમર પ્રોડક્ટસ પણ સામેલ છે.